શોધખોળ કરો
કોરોનાને લઈને સૌથી સારા સમાચાર, દેશમાં એક્ટિવ કેસ કરતાં ડબલ લોકોને કરોના રસી અપાઈ
રસીકરણની સાથોસાથ સાત મહિના બાદ હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યા પણ 7 હજારની અંદર પહોંચી ગઈ છે.
કોરોના સામેની જંગમાં હવે ભારત જીત તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 23 હજાર છે. જેની સામે ચાર જ દિવસમાં બમણા લોકોને વેક્સિન આપવામાં આવી છે. એટલે કે રસીકરણ અભિયાનના ચાર દિવસમાં 4 લાખ 54 હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે.
રસીકરણ બાદ દેશમાં માત્ર 0.18 ટકા લોકોમાં જ આડઅસર જોવા મળી છે. તો આડઅસર થયેલા લોકો પૈકીના માત્ર 0.002 ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. એટલે કોરોનાની રસીઓ અંગે દેશમાં અત્યાર સુધીમાં વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ રસીકરણના અભિયાન દરમિયાન અર્થહીન સાબિત થઈ છે.
રસીકરણની સાથોસાથ સાત મહિના બાદ હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યા પણ 7 હજારની અંદર પહોંચી ગઈ છે. વિશ્વમાં કોઈપણ દેશમાં રસીકરણ અભિયાનના પહેલા ત્રણ દિવસમાં આ સૌથી નીચો દર છે.
આ આંકડા સાબિત કરે છે કે ભારતમાં બનેલી રસીઓ એકદમ સલામત છે. નિષ્ણાંતોએ કહ્યું કે રસી લીધા પછી થોડોક તાવ, વ્યાકુળતા, રસી લીધી હોય ત્યાં દુખાવો જેવી સામાન્ય ફરિયાદો જોવા મળે છે. તેના અંગે ચિંતા કરવાની અથવા ડરવાની જરૂર નથી.
દરમિયાન કોરોના મહામારી અંગે સરકારે બનાવેલી સમિતિ અને નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની રસીઓ અંગે જે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી તે રસીકરણ અભિયાન શરૂ થયાના ચાર દિવસમાં ખોટી સાબિત થઈ છે.
વી. કે. પૌલે ઉમેર્યું હતું કે, કોરોનાની રસી બનાવવામાં ઘણી મહેનત લાગી છે. ભારતમાં બનેલી રસીઓ એકદમ સલામત છે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ, ખાસ કરીને ડૉક્ટર્સ અને નર્સ જ રસી લેવાનો ઈનકાર કરે તે ચિંતાજનક બાબત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement