(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Mumbai Visit: PM મોદીના મુંબઈ પ્રવાસને લઈ એલર્ટ, જાણો શું મૂકવામાં આવ્યો પ્રતિબંધ
મુંબઈ પોલીસે કલમ 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે મુંબઈ પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.
Mumbai Police Alert: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે મરોલ, અંધેરી, કોલાબા, સીએસટીમાં પીએમની મુલાકાતના સ્થળે ડ્રોન અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ જઈ રહ્યા છે. PM છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. મુંબઈ પોલીસે કલમ 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે મુંબઈ પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.
મુંબઈથી બે વંદે ભારત ચાલશે
મુંબઈથી ટૂંક સમયમાં જ બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. એક વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર વંદે ભારત રૂટ પર દોડશે જ્યારે બીજી મુંબઈ-શિરડી વંદે ભારત રૂટ પર દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી ટર્મિનસથી વંદે ભારત બંને ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. બંને ટ્રેનોનું નિર્માણ ચેન્નાઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે.
PM મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે. PMની મુલાકાતના પગલે, એરપોર્ટ પીએસ, સહર પીએસ, કોલાબા પીએસ, એમઆરએ માર્ગ પીએસ, MIDC પીએસ અને અંધેરી પીએસના અધિકારક્ષેત્રમાં ડ્રોન અને ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Maharashtra| PM Modi to inaugurate Vande Bharat Express in Mumbai on 10th February. In the wake of PM’s visit, drones & flying activities banned in the jurisdiction of Airport PS, Sahar PS, Colaba PS, MRA Marg PS, MIDC PS & Andheri PS pic.twitter.com/W8BkVDMNuE
— ANI (@ANI) February 6, 2023
અત્યાર સુધી આ માર્ગો પર વંદે ભારત ચાલી રહ્યું છે
અત્યાર સુધી વંદે ભારત ટ્રેન 8 રૂટ પર દોડી રહી છે. આ પૈકી વંદે ભારત નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-વૈષ્ણો દેવી, ગાંધીનગર-મુંબઈ, દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નાઈ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા-નવી જલપાઈગુડી અને વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ રૂટ પર ચાલી રહી છે.
ડાંગરની રોપણી કરવા જતું ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોનાં મોત
તારાપુરના જીચકા ગામે ટ્રેક્ટર પલ્ટી મારી જતાં 3 લોકોનાં મોત થયા. ટ્રેકટરમાં 14 લોકો સવાર હતા. જીચકા ગામે ઉનાળું ડાંગરની રોપણી કરવા સવારે ટ્રેક્ટર લઈ ખેતરમાં જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. જીચકા ગામના તળાવ પાસે આવેલ ટર્નિંગમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં બાજુના કાસમાં ટ્રેકટર ખાબક્યું હતું. જેમાં 11 નો આબાદ બચાવ અને 3નાં મોત થયા હતા. મરણ પામનારા ત્રણેય પંચમહાલથી મજૂરી કામ માટે જીચકા ગામે આવ્યા હતા, મૃતકોને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલે ખાતે ખસેડાયા હતા.