દેશના આ રાજ્યમાં હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીને પણ મળશે ઓક્સિજનની બોટલ, બસ કરવું પડશે આ કામ
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારના કહેવા મુજબ, હોમ આઈસોલેશનમાં રહેતા જે લોકોને ઓક્સિજનની જરૂર હોય તેઓ માન્ય ફોટો આઈડી, આધાર કાર્ડ ડિટેલ્સ અને કોવિડ પોઝિટિવ રિપોર્ટ delhi.gov.in પર અપલોડ કરીને મેળવી શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ ભયંકર રીતે વધ્યું છે. આજે કોરોનાના કેસ અને મૃત્યુઆંકે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં ઓક્સિજનની અછત ઉભી થઈ છે. જોકે સરકારો દાવા કરી રહી છે કે ઓક્સિજનની અછત નથી અને લોકોને પુરતો ઓક્સિજન મળી રહે તેની વ્યવસ્થા થઇ રહી છે.
આ દરમિયાન દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારના કહેવા મુજબ, હોમ આઈસોલેશનમાં રહેતા જે લોકોને ઓક્સિજનની જરૂર હોય તેઓ માન્ય ફોટો આઈડી, આધાર કાર્ડ ડિટેલ્સ અને કોવિડ પોઝિટિવ રિપોર્ટ delhi.gov.in પર અપલોડ કરીને મેળવી શકે છે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં એક્ટિવ કેસ 91,859 છે. જ્યા11,43,980 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજધાનીમાં કોરોનાથી 18,063 લોકોના મોત થયા છે.
દેશમાં એક્ટિવ કેસ 35 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 10 લાખ 77 હજાર 410
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844
- કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398
- કુલ મોત - 2 લાખ 23 હજાર 168
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના હોટ સ્પોટ બનેલા આ શહેરથી આવા રાહતના સમાચાર, હોસ્પિટલ બહારન જોવા મળી 108ની લાઈન