શોધખોળ કરો
Advertisement
કોરોના કહેર વચ્ચે દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં ખૂલી ગઈ શાળાઓ ? મોદી સરકારે પણ ખોલી દીધી કઈ સ્કૂલો ?
દેશમાં હાજર કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના દરવાજા પણ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીની ગતિ ધીમી થતાં જોઈને રાજ્ય સરકારો પણ સ્કૂલ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. 21 સપ્ટેમ્બરથી મળેલ છૂટ બાદ કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી હતી. તો કેટલાંક રાજ્યએ તેને મુલતવી રાખ્યું હતું. આજથી (2 નવેમ્બર) ઘણા રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રોમાં શાળાઓ ખુલી રહી છે. જો કે, હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાની સંભાવના છે કારણ કે માતા-પિતા બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી. આજે જે રાજ્યોમાં શાળાઓ ખુલી રહી છે તેમાં આસામ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. આ ઉપરાંત દેશમાં હાજર કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના દરવાજા પણ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે.
ઉત્તરાખંડ- ઉત્તરાખંડમાં સાત મહિના બાદ સ્કૂલો ખુલશે. તેના માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 50 ટકા જ રહેશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂરત જણાશે તો વિદ્યાર્થીઓને શિફ્ટમાં બોલાવવામાં આવશે.
હિમાચલ પ્રદેશ- રાજ્યણાં 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે આજથી સ્કૂલો ખુલશે. સરકારના નિર્દેશો પ્રમાણે જે વિદ્યાર્થી સ્કૂલ જવા માગે છે તેમના વાલીની મંજૂરી લેવી પડશે. શાળાઓએ ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
હરિયાણા- રાજ્યમાં 2 નવેમ્બરથી ધોરણ 9થી 12 માટે સ્કૂલ ખુલશે. સરકારી સ્કૂલો માટે સેનેટાઈઝર અને માસ્કની ગ્રાન્ટ આપવામાં આવી છે. એક ક્લાસમાં માત્ર 20 વિદ્યાર્થીઓ જ બેસી શકશે. ક્લાસ શરૂ અને પૂરો થયા બાદ સેનેટાઈઝ કરવાનો રહેશે.
અસમ- રાજ્યમાં સાત મહિના બાદ ધોરણ 6થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલશે. સવારથી શાળા શરૂ થશે અન બે શિફ્ટમાં બાળકોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. ટોયલેટ સ્વચ્છ રાખવાના અને સેનેટાઈઝ કરવાના રહેશે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને આયરન અને ફોલિક એસિડની ટેબલેટ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે જેથી તેમની ઇમ્યુનિટી જળવાઈ રહે.
આ રાજ્યો ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય પણ આજથી ખુલી રહ્યા છે. હાલમાં ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. દેશમાં આશરે 1250 કેન્દ્રીય વિદ્યાલય અને 650 નવોદય વિદ્યાલય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion