શોધખોળ કરો
CAA પર પ્રસ્તાવને લઇને સ્પીકર ઓમ બિરલાએ EUના અધ્યક્ષને લખ્યો પત્ર, પુન:વિચારની કરી અપીલ
બિરલાએ કહ્યું કે, અંતર સંસદીય યુનિયનના સભ્ય હોવાના કારણે અમે અન્ય વિધાનમંડળોની સંપ્રભુ પ્રક્રિયાઓનું સન્માન કરવું જોઇએ.

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નાગરિકતા સંશોધન કાયદાના વિરુધ્ધમાં પ્રસ્તાવોને લઇને યુરોપિયન સંસદના અધ્યક્ષ ડેવિડ મારિયા સાસોલીને પત્ર લખ્યો છે. જેમા ઓમ બિરલાએ ઇયુ સંસદના અધ્યક્ષને કહ્યું છે કે એક વિધાન મંડળનું બીજા વિધાન મંડળ પર નિર્ણય લેવો અનુચિત છે. આ ટ્રેડ સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવી શકે છે. પત્રમાં બિરલાએ કહ્યું કે, અંતર સંસદીય યુનિયનના સભ્ય હોવાના કારણે અમે અન્ય વિધાનમંડળોની સંપ્રભુ પ્રક્રિયાઓનું સન્માન કરવું જોઇએ. પત્રમાં લોકસભા સ્પીકરે સીએએને સમજાવતા કહ્યું કે, આ પાડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા માટે છે નહી કે નાગરિકતા છીનવવા માટે. જેને ભારતીય સંસદમાં બંન્ને ગૃહમાંથી ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યું છે. ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનનો સભ્ય હોવાના કારણે ખાસ કરીને લોકતંત્રમાં અમે એકબીજાની સંપ્રભ પ્રક્રિયાનું સમાન કરવું જોઇએ. વાસ્તવમાં યુરોપિયન સંસદ ભારતના નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચર્ચા અને મતદાન કરશે જ્યાં મોટાભાગના સભ્યો તેના વિરોધમાં છે. યુરોપિયન સંઘમાં અલગ અલગ જૂથોએ આ પ્રકારના છ પ્રસ્તાવ રાખ્યા છે. સંસદમાં આ સપ્તાહની શરૂઆતમાં યુરોપિયન યુનાઇટેડ લેફ્ટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર બુધવારે ચર્ચા બાદ મતદાન થશે.
વધુ વાંચો





















