શોધખોળ કરો

Independence Day: ભારતના આ વિસ્તારમાં 15 નહીં 16 ઓગસ્ટે મનાવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ, ચોંકાવનારું છે કારણ

Independence Day: કહેવાય છે કે ભલે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી. પરંતુ દેશમાં જનતા દ્વારા ચૂંટાયેલી પ્રથમ સરકાર આ સિમલાના શહેરમાં બની હતી.

Independence Day:  થોડા દિવસ બાદ સમગ્ર દેશ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. જોકે, દેશના એક વિસ્તારનાં તેની ઉજવણી એક દિવસ બાદ કરવામાં આવશે. લગભગ 200 વર્ષની ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો. લોકો સર્વત્ર ખુશીની ઉજવણી કરી રહ્યા હતા. જો કે, દેશનો એક ભાગ એવો હતો જ્યાં આઝાદીનો આનંદ આખા દિવસ પછી આવ્યો. તેનો અર્થ એ છે કે દેશના આ ભાગમાં 15 ઓગસ્ટ નહીં પણ 16 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે આજે પણ અહીંના લોકો 16 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવે છે. આ સાથે ભારતમાં આ જગ્યા ક્યાં છે તે પણ જાણીશું.

અહીં 16 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ ખાસ સ્થળ હિમાચલ પ્રદેશમાં છે. ઠીયોગ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું એક શહેર છે. અહીંના સ્થાનિક લોકો 16 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, આ સિવાય અહીંના લોકો આ દિવસને રિહાલી અને જલસાના રૂપમાં પણ ઉજવે છે. આ દિવસે અહીંના લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને મીઠાઈ વહેંચે છે.

અહીંના લોકો આવું કેમ કરે છે

કહેવાય છે કે ભલે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી. પરંતુ દેશમાં જનતા દ્વારા ચૂંટાયેલી પ્રથમ સરકાર આ સિમલા શહેરમાં બની હતી. વાસ્તવમાં, 16 ઓગસ્ટ 1947 પહેલા, ઠીયોગ પર રાજાઓનું શાસન હતું. પરંતુ એક સાંજે ઠીયોગ રાજ્યના રાજાઓ સામે બળવો કરવા માટે જનતા મહેલની સામે ઊભી થઈ. આ પછી, ઠીયોગ રિસાયતના રાજાએ તેમની ગાદી છોડી દીધી અને 16 ઓગસ્ટ 1947ના રોજ પ્રજામંડળના સુરત રામ પ્રકાશના નેતૃત્વમાં ઠીયોગમાં પ્રથમ સરકારની રચના કરવામાં આવી. આ જ કારણ છે કે અહીંના લોકો 16 ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. અહીંના લોકો તેને ઠીયોગ ફેસ્ટિવલ પણ કહે છે.

આ લોકો મંત્રી બન્યા

લોકોના વિદ્રોહ પછી, જ્યારે રાજા કર્મચંદે તેમની ગાદીનો ત્યાગ કર્યો, ત્યારે પ્રજામંડળના સુરત રામ પ્રકાશે PM તરીકે શપથ લીધા. આ સિવાય ગૃહમંત્રી બુદ્ધીરામ વર્મા, શિક્ષણ મંત્રી સીતારામ વર્મા અને અન્ય આઠ લોકોએ મંત્રી તરીકે શપથ લીધા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Embed widget