શોધખોળ કરો
Advertisement
ભારતીય સેનાએ ફેસબુક, પબજી સહિત 89 એપ પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ લિસ્ટ
તાજેતરમાં ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરે ભારતમાં હટાવી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય આર્મી તેના ઓફિસરો અને જવાનોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગને વધારે કડક થઈ ગઈ છે. સેનાએ માહિતી લીક થવાથી રોકવા માટે જવાનો, અધિકારીઓને તેમના સ્માર્ટફોનમાંથી ફેસબુક, ટ્રૂ કોલર, ઈન્સ્ટાગ્રામ સહિત 89 એપ હટાવવા કહ્યું છે.
ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, સેનાએ જવાનોને તાજેતરમાં આપેલા નિર્દેશોમાં ડેલી હંટ ન્યૂઝ એપની સાથે ટિંડર, કાઉચ સર્ફિંગ જેવી ડેટિંગ એપ્સ અને ગેમ્સમાં પબજીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. આ એપથી રાષ્ટ્રની સુરક્ષાને ખતરો છે અને ડેટા લીક થવાની સંભાવના છે.
15 જુલાઈ બાદ કોઈપણ ઓફિસર કે જવાનનું એકાઉન્ટ પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં મળશે તો સંબંધિત યૂનિટ તાત્કાલિક તેની જાણકારી આપશે. જે બાદ ઈન્ટેલિજન્સના લોકો તેની તપાસ કરશે.
તાજેતરમાં ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરે ભારતમાં હટાવી દીધી છે. ભારતે ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયરઇટ અને વીચેટ સહિત 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement