શોધખોળ કરો
Advertisement
ચીન બાદ ભારતનો પાકિસ્તાન પર એટેક, સીમા પર ફાયરિંગમાં અડધા ડઝન પાક સૈનિકોને કર્યા ઘાયલ
રવિવારે એલઓસી પર ભારત તરફથી પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અડધા ડઝનથી વધુ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ ફાયરિંગમાં ઘાયલ કરી દીધા હતા. આ તમામ ગંભીર રીતે ઘાયલ થવાના અહેવાલ છે
નવી દિલ્હીઃ સીમા પર ભારતીય સૈનિકોએ પોતાની તાકાત બતાવવાનુ શરૂ કરી દીધુ છે. પહેલા ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ચીનને સબક શીખવાડ્યા બાદ હવે પાકિસ્તાની સૈનિકોને પણ સબક શીખવાડ્યો છે. ભારતીય સેનાએએ પાકિસ્તાનને એલઓસી પર ઘાયલ કરી દીધા છે.
રવિવારે એલઓસી પર ભારત તરફથી પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અડધા ડઝનથી વધુ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ ફાયરિંગમાં ઘાયલ કરી દીધા હતા. આ તમામ ગંભીર રીતે ઘાયલ થવાના અહેવાલ છે.
એલઓસીના નિકયાલ સેક્ટરમાં ભારતે પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનને મોટો જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનીના સિંઘ રેજીમેન્ટના ઓછામાં ઓછા છ સૈનિકો ઘાયલ થયા હતા. સુત્રોનુ કહેવુ છે કે બની શકે છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિકનો જીવ પણ ગયો હોય. જોકે, પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ અંગે કોઇ ખુલાસો નથી કર્યો.
આ અગાઉ શનિવારે પાકિસ્તાને રામપુર-કાશ્મીર સેક્ટરમાં એલઓસી પર ભારતીય ગામો પર ફાયરિંગ કર્યુ હતુ, પાકિસ્તાનના આ ફાયરિંગમાં ચાર ભારતીય જવાનો ઘાયલ થઇ ગયા હતા. ભારતીય સેનાએ આના જવાબમાં નિકયાલ સેક્ટરમાં જવાબી કાર્યવાહી કરી હતી, આમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ અને આંતકીઓના લૉન્ચ પેન્ડ્સ ઉડાવી દીધા હતા.
સુત્રોનું માનીએ તો પાકિસ્તાની સૈનિકો જો આ ફાયરિંગમાં માર્યા પણ ગયા હશે તો પાકિસ્તાન આનો ખુલોસ કરશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement