શોધખોળ કરો

India Canada tensions: ભારત આકરા મૂડમાં, કેનેડાના આ 6 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ

India Canada tensions: ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારત સરકારે સોમવારે સાંજે કેનેડા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો

India Canada tensions: ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારત સરકારે સોમવારે સાંજે કેનેડા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. વળી, હવે ભારતે કેનેડા સામે વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે કેનેડાના 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા છે.

આ તારીખ સુધી દેશ છોડવાનું કહ્યું - 
ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ભારતમાં રહેતા 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વધુમાં માહિતી આપી છે કે હાંકી કાઢવામાં આવેલા તમામ છ કેનેડિયન રાજદ્વારીઓને 19 ઓક્ટોબરે રાત્રે 11:59 કલાકે અથવા તે પહેલાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.

ભારત સરકારે આ 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો - 
1. સ્ટીવર્ટ રૉસ વ્હીલર, કાર્યવાહક ઉચ્ચાયુક્ત
2. પેટ્રિક હેબર્ટ, ઉપ ઉચ્ચાયુક્ત 
3. મૈરી કેથરીન જોલી, પ્રથમ સચિવ 
4. લૈન રૉસ ડેવિડ ટ્રાઇટ્સ, પ્રથમ સચિવ 
5. એડમ જેમ્સ ચુઇપ્કા, પ્રથમ સચિવ 
6. પાઉલા ઓરજુએલા, પ્રથમ સચિવ 

ભારતે રાજદ્વારીઓ અને અધિકારીઓને પરત બોલાવ્યા - 
ભારત સરકારે સોમવારે કેનેડામાંથી તેના હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં રાજદ્વારીઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં અમને કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.

શું છે આખો વિવાદ ? 
હકીકતમાં, કેનેડાએ હરદીપસિંહ નિજ્જર હત્યા કેસની તપાસમાં ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓને 'પર્સન્સ ઑફ ઈન્ટરેસ્ટ' તરીકે જોડ્યા છે, જેની ભારતે ખુલ્લેઆમ ટીકા કરી છે અને તેને 'વાહિયાત આરોપ' ગણાવીને ચેતવણી પણ આપી છે. ભારત સરકારે કેનેડાના ડેપ્યૂટી હાઈ કમિશનરને પણ સમન્સ પાઠવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કર્યું અને કેનેડાની સરકારને આરોપોના પુરાવા શેર ન કરવા પણ કહ્યું. ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર રાજકીય લાભ માટે વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો

Nobel: અર્થશાસ્ત્રના નૉબલ પુરસ્કારની જાહેરાત, ડારૉન એસમૉગ્લૂ, સાયમન જૉનસન અને જેમ્સ એ.રૉબિન્સનને સન્માન 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન

ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું એલાન આજે, બપોરે 3.30 વાગે EC કરશે પ્રેસ કૉન્ફરન્સ

Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી

Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી

ABP Premium

વિડિઓઝ

Dwarka RSS | દ્વારકામાં RSSના સ્વયં સેવક સંઘના કાર્યકર પર થયો હુમલો, શું છે મામલો?Maharashtra Jharkhand Election Date 2024 | મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીની તારીખને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?Hun To Bolish | હું તો બોલીશ | ઉડતા ગુજરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું એલાન આજે, બપોરે 3.30 વાગે EC કરશે પ્રેસ કૉન્ફરન્સ
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું એલાન આજે, બપોરે 3.30 વાગે EC કરશે પ્રેસ કૉન્ફરન્સ
Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી
Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી
Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી
Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી
India Canada tensions: ભારત આકરા મૂડમાં, કેનેડાના આ 6 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ
India Canada tensions: ભારત આકરા મૂડમાં, કેનેડાના આ 6 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર

BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ

ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget