શોધખોળ કરો
ભારત-ચીને પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં કર્યું સંયુક્ત સૈન્ય અભ્યાસ

નવી દિલ્લી: પાકિસ્તાનને લઈને ચાલી રહેલા તણાવની વચ્ચે પહેલી વખત ભારત અને ચીને જમ્મુ-કાશ્મીરના પૂર્વી વિસ્તાર લદ્દાખમાં આજે સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો હતો. દિવસભર અભ્યાસ દરમિયાન ભારતીય સીમા પર એક ગામમાં કાલ્પનિક ભૂકંપની સ્થિતિમાં માનવીય સહાયતા અને ડિઝાસ્ટર રાહત પર જોર આપવામાં આવ્યું હતું. સંયુક્ત ટીમોએ બચાવ અભિયાન ચલાવ્યું હતું. લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને મેડિકલ સેવા આપી હતી. અગાઉ છ ફેબ્રુઆરીએ સંયુક્ત અભ્યાસ કરવામાં આવ્યો હતો, અને આ તેની આગળની રણનીતિ હતી. સૂત્રોએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં થયેલો અભ્યાસ ચીનના વિસ્તારમાં હતો, જ્યારે આ વખતે ભારતીય વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમનું નેતૃત્વ બ્રિગેડિયર આર.એસ.રમને કર્યું હતું. જ્યારે ચીની પક્ષનુ નેતૃત્વ સીનિયર કર્નલ ફાન જૂને કર્યું હતું. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે અભ્યાસ ઘણો સફળ રહ્યો હતો. તેમાં કૃદરતી આપતિઓ વખતે સરહદી વિસ્તારોને મદદ આપી શકાય તેમજ પૂર્વ લદ્દાખની સરહદની સુરક્ષામાં બન્ને દળો વચ્ચે વિશ્વાસ અને સહયોગમાં વૃદ્ધિ થશે.
વધુ વાંચો





















