શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન સરહદ વિવાદઃ CDS બિપિન રાવતે કહ્યું- વાચતીન નિષ્ફળ રહી તો સૈન્ય.....
બિપિન રાવતે કહ્યું કે, ‘પૂર્વ લદ્દાખમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી તરફથી કરવામાં આવેલ ફેરફારોનો સામનો કરવા માટે એક સૈન્ય વિકલ્પ ઉપલબપ્ધ છે.
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં છેલ્લા ઘણાં મહિનાથી ચાલી રહેલ ભારત ચીન સરહદ વિવાદની વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપ્યું છે. બિપિન રાવતે એક અખબારને ખાસ વાતચીતમાં કહ્યું કે, જો ચીન સાથે વાતચીત નિષ્ફળ રહે તો સૈન્ય વિકલ્પ તૈયાર છે. જનરલ રાવતે કહ્યું કે, ચીન સાથે કૂટનીતિક સ્તર પર વાતચીત ચાલી રહી છે. બન્ને દેશોની સેનાએ પણ શાંતિપૂર્ણ રીતે સમાધાન શોધવામાં લાગી છે.
LAC સાથે થયેલ ફેરફાર અલગ-અલગ ધારણાઓને કારણે હોય છે- રાવત
બિપિન રાવતે કહ્યું કે, ‘પૂર્વ લદ્દાખમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી તરફથી કરવામાં આવેલ ફેરફારોનો સામનો કરવા માટે એક સૈન્ય વિકલ્પ ઉપલબપ્ધ છે. માત્ર બે દેશોની સેનાઓની વચ્ચે વાતચીત થવા પર જ તેનો ઉપયોગ કરી શકાશે. એલએસી સાથે થયેલ ફેરફાર અલગ અલગ ધારણોને કારણે થાય છે. રક્ષા સેવાઓ પર નજર રાખા અને ઘુસણખોરી રોકવા માટે આવા અભિયાનોને રોકવાનું કામ સોંપવામાં આવે છે.”
રક્ષા સેવાઓ હંમેશા સૈન્ય કાર્યો માટે તૈયાર રહે છે- રાવત
સીડીએસ રાવતે કહ્યું કે, “જેવી ગતિવિધિ હાલમાં ભારત ચીનની વચ્ચે છે, એવી ગતિવિધિના શાંતિપૂર્વક રીતે સમાધાન માટે અને ઘુસણખોરીને રોકવા માટે સરકારના સંપૂર્ણ દૃષ્ટિકોરણને અપનાવવામાં આવે છે.” તેમણે કહ્યું કે, ‘રક્ષા સેવા હંમેશૈ સૈન્ય કાર્યો માટે તૈયાર રહે છે, પછી ભલે તેમાં એલએસીની સાથે યથાસ્થિતિને જાળરી રાખવા માટે તમામ પ્રયત્નો સફળ ન થવાનું સામેલ કેમ ન હોય.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion