(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases ,16 June: ભારતમાં કોરોનાના કેસમાં સતત બીજા દિવસે વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2330 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના (Corona Cases India) દૈનિક કેસની સંખ્યા નવમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જોકે મૃત્યુઆંક ઘટ્યો છે. આજે 67,208 નવા કેસ નોંધાયા હતા અને 2330 લોકોના મોત થયા હતા. મંગળવારની સરખામણીએ બુધવારે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો હતો. બુધવારે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2330 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 97 લાખ હજાર 313
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 84 લાખ 91 હજાર 670
- એક્ટિવ કેસઃ 8 લાખ 26 હજાર 740
- કુલ મૃત્યુઆંકઃ 3,81,903
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 27 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 19 લાખ 31 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
India reports 67,208 new #COVID19 cases, 1,03,570 discharges & 2,330 deaths in last 24 hours, as per Health Ministry
— ANI (@ANI) June 17, 2021
Total cases: 2,97,00,313
Total discharges: 2,84,91,670
Death toll: 3,81,903
Active cases: 8,26,740 (lowest after 71 days)
Total Vaccination: 26,55,19,251 pic.twitter.com/ImnmFjsAc7
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95.80 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 3.22 ટકા છે, જયારે સતત નવ દિવસથી 5 ટકાથી ઓછો છે.