India Corona Cases Today: કોરોના રિવર્સ ગિયરમાં, મૃત્યુઆંકમાં થઈ રહ્યો છે ભયજનક વધારો, જાણો આજનો આંકડો
India Corona Cases: એક તરફ દેશમાં કોવિડ રિકવરી રેટ વધી રહ્યો છે. કોવિડના કેસ પણ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ બે લાખથી ઓછા કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,67,059 નવા કેસ નોંધાયા છે અને 1192 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,54,076 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17,43,059 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.69 ટકા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 31 જાન્યુઆરીએ 14,28,672 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 17,43,059
- કુલ ડિસ્ચાર્જઃ 3,92,30,198
- કુલ મૃત્યુઆંકઃ 4,96,242
- કુલ રસીકરણઃ 166,68,48,204 (જેમાંથી ગઈકાલે 61,45,767 ડોઝ આપવામાં આવ્યા હતા.)
India's daily cases drop below 2 lakh; the country reports 1,67,059 new #COVID19 cases, 1192 deaths and 2,54,076 recoveries in the last 24 hours
— ANI (@ANI) February 1, 2022
Active case: 17,43,059 (4.20%)
Daily positivity rate: 11.69%
Total Vaccination : 1,66,68,48,204 pic.twitter.com/7yjkgUUMB8
એક સપ્તાહમાં 5200 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. 31 જાન્યુઆરીએ દેશમાં 959 લોકોના મોત થયા છે, જ્યારે 25 જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ 614 મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
- જાન્યુઆરી 31- 959
- જાન્યુઆરી 30-891
- જાન્યુઆરી 29-871
- જાન્યુઆરી 28 - 627
- જાન્યુઆરી 27-573
- 26 જાન્યુઆરી - 665
- જાન્યુઆરી 25-614
- કુલ 7 દિવસ - કુલ 5200 મૃત્યુ
જો આ 7 દિવસના દૈનિક મૃત્યુનો સરવાળો કરીએ તો કુલ આંકડો 5 હજારથી વધુ થાય છે. જે દેશના આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકે છે. કારણકે એક તરફ દેશમાં કોવિડ રિકવરી રેટ વધી રહ્યો છે. કોવિડના કેસ પણ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.