India Corona Cases Today: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26 સંક્રમિતોના મોત, સતત ત્રીજા દિવસે નોંધાયા 3500થી વધુ કેસ
India Covid-19 Update: ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.
Coronavirus Cases Today in India: ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3962 નવા કેસ નોંધાયા છે 26 લોકોના મોત થયા છે. 2697 લોકો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં સાધારણ ઘટાડો થયો છે.
- 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
- 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
- 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
- 31 મે મંગળવારે 2338 નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 30 મે સોમવારે 2706 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા.
- 29 મે રવિવારે 2828 નવા કેસ નોંધાયા હતા અને 14 સંક્રમિતોના મોત થયા હતા.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 22,416 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,677 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,25,454 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,96,47,071 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,67,037 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
#COVID19 | India reports 3,962 fresh cases, 2,697 recoveries, and 26 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 4, 2022
Total active cases are 22,416. pic.twitter.com/wV9V0SMnoj
ફરી એકવાર દેશમાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતામાં, આ પાંચ રાજ્યોને લખ્યો પત્ર, જાણો વિગતે
ગયા અઠવાડિયે કૉવિડ (Covid-19)ના કેસો ઝડપથી વધવા લાગ્યા છે અને સાપ્તાહિક સંક્રમણ દરમાં વૃદ્ધિ થવાની વાતને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ પાંચ રાજ્યને કોરોના વાયરસના કોઇપણ પ્રકારના પ્રસારને નિયંત્રિત કરવા માટે નજર રાખવા અને જરૂર પડવા પર સાવધાનીભર્યા પગલાં ભરવાની સલાહ આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે તામિલનાડુ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રને કોરોના મામલે એક પત્ર લખ્યો છે, પત્રમાં કહેવાયુ છે કે, ભારતમાં કૉવિડ 19ના કેસોમાં કેટલાક રાજ્યોમાથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જેનાથી સંક્રમણના પ્રસારના સ્થાનીયકરણ થવાની સંભાવનાના સંકેત મળે છે.
ભૂષણે કહ્યું કે, એટલા માટે જન સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર એક જોખમ આંકલન આધારિત વલણનુ અનુપાલન કરવાની જરૂર છે. સાથે જ મહામારી સામે લડવામાં અત્યાર સુધી મળેલી સફળતાને પણ ના ગુમાવવી જોઇએ. પત્રમાં તેમને કૉવિડ કેસોમાં છેલ્લા ત્રણ મહિનાઓમાં દેશમાં ખુબ કમી આવવાનો ઉલ્લેખ કર્યો છે.