India Corona Cases: દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 61 ટકા કેરળમાં, એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખની અંદર
India Covid-19 Update: સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ અને 276 સંક્રમિતોના મોત થયા છે.
India Coronavirus Update: સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ અને 276 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 29,631 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 15,951 નવા કેસ નોંધાયા હતા અને 165 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ
- 16 સપ્ટેમ્બરઃ 30,570
- 17 સપ્ટેમ્બરઃ34,403
- 18 સપ્ટેમ્બરઃ 35,662
- 19 સપ્ટેમ્બરઃ30,773
- 20 સપ્ટેમ્બરઃ 30,256
- 21 સપ્ટેમ્બરઃ 26,115
- 22 સપ્ટેમ્બરઃ 26,964
- 23 સપ્ટેમ્બરઃ 31,923
- 24 સપ્ટેમ્બરઃ 31,382
- 25 સપ્ટેમ્બરઃ 29,616
- 26 સપ્ટેમ્બરઃ 28,326
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 78 હજાર 786
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 31 હજાર 972
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 99 હજાર 920
- કુલ મોતઃ 4 લાખ 47 હજાર 194
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 86,01,59,011 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 38,18,362 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
Out of 26,041 new #COVID19 cases & 276 deaths across India, 15,951 cases and 165 deaths were reported in Kerala, yesterday.
— ANI (@ANI) September 27, 2021
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.