India Corona Cases: દેશમાં 4 દિવસ બાદ ફરીથી નોંધાયા 30 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ
India Covid-19 Update: ગુરુવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 30,570 નવા કેસ નોંધાયા છે અને 38,303 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 431 લોકોના મોત થયા હતા
India Coronavirus Update: દેશમાં કોરોનાના કેસ ફરીથા વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 30,570 નવા કેસ નોંધાયા છે અને 38,303 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 431 લોકોના મોત થયા હતા. બુધવારે 27,176 નવા કેસ નોંધાયા હતા અને 284 લોકોના મોત થયા હતા, જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા હતા. મંગળવારે 25,409 કેસ અને 339 લોકોના મોત થયા હતા. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સોમવારે 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 17,681 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 208 લોકોના કોરોનાથી મોત થયા છે. આમ દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી અડધાથી વધારે માત્ર કેરળમાં જ નોંધાયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 47 હજાર 325
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 60 હજાર 474
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 42 હજાર 923
- કુલ મોતઃ 4 લાખ 43 હજાર 928
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 76,57,17,137 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 64,51,423 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
Of 30,570 new #COVID19 cases and 431 deaths reported in the last 24 hours in India, Kerala recorded 17,681 COVID cases and 208 deaths, yesterday.
— ANI (@ANI) September 16, 2021
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.