Coronavirus Cases Today: બે દિવસની રાહત બાદ ફરી કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજનો આંકડો
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે.
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1088 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 1081 લોકો સાજા થયા છૈ. મંગળવારે 796 નવા કેસ નોંધાયા અને 19 દર્દીના મોત થયા હતા. સોમવારે 861 સંક્રમિતોના મોત થયા હતા અને માત્ર 6 લોકોના મોત થયા હતા
એક્ટિવ કેસ 11 હજારથી ઓછા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10,870 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,736 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,05,410 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,07,06,499 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,05,332 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે.
ભારતમાં ચોથી લહેર આવશે ?
ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
COVID-19 | India reports 1,088 fresh cases, 1081 recoveries, and 26 deaths in the last 24 hours.
— ANI (@ANI) April 13, 2022
Daily positivity rate (0.25%) pic.twitter.com/CIw6vbcPka