India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2 લાખ 68 હજારથી વધુ કેસ, ઓમિક્રોનનો આંકડો 6 હજારને પાર
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,68,833નવા કેસ નોંધાયા છે અને 402 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 122684 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,17,820 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.66 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 6041 થયા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 14 જાન્યુઆરીએ 16,13,740 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 14,17,820
- કુલ ડિસ્ચાર્જઃ 3,49,47,390
- કુલ મૃત્યુઆંકઃ 4,85,752
- કુલ રસીકરણઃ 156,02,51,117
આ સેલેબ્સ, નેતાઓ થયા સંક્રમિત
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લતા મંગેશકર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જાનવી કપૂર, ખુશી કપૂર, સુઝેન ખાન, વીર દાસ, નેહા પેડસે, મોહિત મલિક પણ સંક્રમિત થયા છે.
ગુજરાતમાં ગઈકાલે કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,019 કેસ નોંધાયા છે. બીજી તરફ 4831 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,40,971 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.73 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા. આજે 38,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3090, સુરત કોર્પોરેશનમાં 2986, વડોદરા કોર્પોરેશનમાં 1274, રાજકોટ કોર્પોરેશનમાં 296, સુરતમાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104, કચ્છમાં 101, વડોદરામાં 99, જામનગર કોર્પોરેશનમાં 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠામાં 70, ખેડામાં 69, આણંદમાં 65, પાટણમાં 65, ગીર સોમનાથમાં 56, જૂનાગઢ કોર્પોરેશનમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગરમાં 38, મોરબીમાં 38, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 31. ભાવનગરમાં 30, દાહોદમાં 27, સુરેન્દ્રનગરમાં 27, દેવભૂમિ દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તાપીમાં 18, જામનગરમાં 14, મહીસાગરમાં 13, નર્મદામાં 7, ડાંગમાં 6, જૂનાગઢમાં 3, અરવલ્લીમાં 2, છોટા ઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.