India Corona Cases: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Coronavirus Update: સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, 30,256 નવા કેસ નોંધાયા અને 43,938 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 295 લોકોના મોત થયા હતા
India Coronavirus Update: દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, 30,256 નવા કેસ નોંધાયા અને 43,938 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 295 લોકોના મોત થયા હતા. આજે નોંધાયેલા કેસમાંથી 19,653 કેસ માત્ર કેરળમાં નોંધાયા હતા અને 152 લોકોના મોત થયા હતા.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 34 લાખ 78 હજાર 419
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 15 હજાર 105
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 18 હજાર 181
- કુલ મોતઃ 4 લાખ 45 હજાર 133
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 80,85,69,144 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 37,78,296 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
Of 30,256 new COVID19 cases and 295 deaths in the last 24 hours in India, Kerala recorded 19,653 infections and 152 deaths
— ANI (@ANI) September 20, 2021
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.