શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 83 હજારથી વધુ કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 39 લાખને પાર
દેશમાં હવે કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 39 લાખ 36 હજાર થઈ ગઈ છે. જેમાંથી 68,472 લોકોનું મૃત્યુ થયું છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,341 નવા કેસ સામે આવ્યા છે જ્યારે વધુ 1096 લોકોનું મૃત્યુ થયું છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 40 લાખની નજીક પહોંચી ગઈ છે. આ પહેલા દેશમાં સૌથી વધુ 3 સપ્ટેમ્બરે 83,883 કેસ સામે આવ્યા હતા.
દેશમાં હવે કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 39 લાખ 36 હજાર થઈ ગઈ છે. જેમાંથી 68,472 લોકોનું મૃત્યુ થયું છે. એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 31 હજાર થઈ ગઈ છે અને 30 લાખ 37 હજાર લોકો અત્યાર સુધીમાં સાજા થઈ ગયા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ત્રણ ગણી વધું છે.
મૃત્યુદરમાં ઘટાડો
દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.74 ટકા થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસનો દર પણ 21 ટકા થઈ ગયો છે. તેની સાથે રિકવરી રેટ 77 ટકા છે. ભારતમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.
ICMR અનુસાર, ત્રણ સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 4 કરોડ 66 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલની ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવી હતી. પોઝિટિવિટી રેટ 7 ટકાથી ઓછો છે.
એક્ટિવ કેસ મામલે ટોપ-5 રાજ્ય
દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેના બાદ ક્રમશ: તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળ આવે છે. આ પાંચ રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ,સંક્રમિતોની સંખ્યા અને મોત મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના વાયરસથી ભારત સૌથી વધુ પ્રભાવિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement