શોધખોળ કરો
Advertisement
Coronavirus: 24 કલાકમાં 30 હજાર નવા કેસ, 33 હજાર સ્વસ્થ થયા, અત્યાર સુધીમાં 98 લાખથી વધુ સંક્રમિત
દેશમાં 13 દિવસથી સતત 40 હજારથી ઓછા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 30,006 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે.
નવી દિલ્હી: ભારતમાં એક સમયે રોજના 90 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા. હવે રોજના કેસ ઘટીને 30 હજાર આસપાસ આવી ગયા છે. પરંતુ હજુ કોરોનાનો ખતરો ઓછો નથી થયો. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 98 લાખને પાર પહોંચી ગઈ છે.
દેશમાં 13 દિવસથી સતત 40 હજારથી ઓછા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 30,006 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 442 લોકોના કોરોનાથી મોત થયા છે. સારા સમાચાર એ છે કે એક દિવસમાં 33,494 દર્દી સ્વસ્થ થયા છે. કોરોના કેસની વધતી સંખ્યા દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ અને ટર્કી બાદ સૌથી વધારે છે. મોતની સંખ્યામાં દુનિયામાં 8માં નંબર પર છે.
સંક્રમિતોની કુલ સંખ્યા 98 લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 98 લાખ 26 હજાર થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 42 હજાર 628 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 60 હજાર થયા છે. અત્યાર સુધીમાં કુલ 93 લાખ 24 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
15 કરોડથી વધારે કોરોના ટેસ્ટ
આઈસીએમઆર મુજબ, 11 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 15 કરોડ 26 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10.65 લાખ ટેસ્ટ કાલે કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 26 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ 20,000 થી ઓછા છે અને 9 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ 20,000 થી વધારે છે.
મૃત્યુ દર અને રિકવરી રેટ
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધારે છે. રાહતના સમાચાર એ છે કે એક્ટિવ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાથી મૃત્યુ દર પણ 1.45 ટકા છે, રિકવરી રેટ 95 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion