શોધખોળ કરો
Advertisement
Corona updates: દેશમાં ફરી 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 67 લાખ 95 હજાર દર્દીઓ થયા સ્વસ્થ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 76 લાખ 51 હજાર સુધી પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 15 હજાર 914 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ એકવાર ફરી નવા દર્દીઓની સંખ્યા 50 હજારથી વધુ નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 54,044 કોરોનાના કેસ નોંધાયા હતા અને 717 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે 61, 775 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ પહેલા ત્રણ મહીના બાદ પહેલીવાર દેશમાં 50 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા હતા અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 76 લાખ 51 હજાર સુધી પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 15 હજાર 914 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી કેસની સંખ્યા 67 લાખ 95 હજાર સુધી પહોંચી ગઈ છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 40 હજાર પર આવી ગઈ છે.
રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસ દર 10 ટકાથી પણ ઓછો છે. તેની સાથે રિકવરી રેટ 89 ટકા છે. ભારતમાં રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement