શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 હજાર નવા કેસ નોંધાયા, 43 હજાર દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ મામલે બીજા નંબરે છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે ભારત સાતમો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 91 લાખ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 45,209 નવા કેસ નોંધાયા છે. જ્યારે 501 લોકો કોરોનાથી મૃત્યુ થયા છે. જો કે, 43,493 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કેસ મામલે દુનિયામાં ભારત અમેરિકા બાદ બીજા નંબરે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 90 લાખ 95 થઈ ગઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 33 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ વધીને ચાર લાખ 40 હજાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 1215 વધી છે. અત્યાર સુધી 85 લાખ 21 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ICMR અનુસાર , દેશમાં 21 નવેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 13 કરોડ 17 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 લાખ સેમ્પલ શનિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ સાત ટકા છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.47 ટકા છે. જ્યારે રિકવરી રેટ 93.70 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછો છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement