શોધખોળ કરો

કોરોનાના કેસોમાં ભારત વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ, જાણો એક દિવસમાં સૌથી વધારે કેસ ક્યારે નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.

સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ

દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 59 લાખ 30 હજાર 965
  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 34 લાખ 54 હજાર 880
  • કુલ એક્ટિવ કેસ - 22 લાખ 91 હજાર 428
  • કુલ મોત - 1 લાખ 84 હજાર 657

 13 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 23 લાખ 30 હજાર 644 ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ

  • 21 એપ્રિલઃ 2,95,041
  • 20 એપ્રિલઃ 2,59,170
  • 19 એપ્રિલઃ 2,73,180
  • 18 એપ્રિલઃ 2,61,500
  • 17 એપ્રિલઃ 2,34,692
  • 16 એપ્રિલઃ 2,17,353
  • 15 એપ્રિલઃ 2,00,739
  • 14 એપ્રિલઃ 1,84,372
  • 13 એપ્રિલઃ 1,61,736
  • 12 એપ્રિલઃ 1,68,912
  • 11 એપ્રિલઃ 1,52,879
  • 10 એપ્રિલઃ 1,45,384
  • 9 એપ્રિલઃ 1,31,968
  • 8 એપ્રિલઃ 1,26,789
  • 7 એપ્રિલઃ 1,15,736
  • 6 એપ્રિલઃ 96,982
  • 5 એપ્રિલઃ 1,03,558   

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 27,27,05,103 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 21 એપ્રિલના રોજ 16,51,71 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર,  નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર  નહિ દોડે ભારે વાહનો
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહનો
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી  જર્જરિત  હાલત, અપીલની  ગંભીરતા સમજાય  હોત,  ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી જર્જરિત હાલત, અપીલની ગંભીરતા સમજાય હોત, ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન?  જાણો સરકારે શું કર્યો નિર્ણય
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન? જાણો સરકારે શું કર્યો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Kanti Amrutiya News: સોમવારે 150 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ પહોંચશે રાજીનામું આપવા, જુઓ વીડિયોમાં
Ahmedabad Plane Crash News: વિમાન દુર્ઘટનાની AAIBના પ્રાથમિક તપાસમાં ચોંકવનારો ખુલાસો | Abp Asmita
Valsad: હાઈવે પરના ખાડા 10 દિવસમાં રિપેર કરવા કલેક્ટરનો આદેશ, દુર્ઘટના ઘટી તો જવાબદાર કોન્ટ્રાક્ટર
Ahmedabad Rain: અમદાવાદમાં રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તા થયા પાણી પાણી
Hun To Bolish : હું તો બોલીશ : રાજીનામું આપશે કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર,  નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર  નહિ દોડે ભારે વાહનો
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહનો
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી  જર્જરિત  હાલત, અપીલની  ગંભીરતા સમજાય  હોત,  ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી જર્જરિત હાલત, અપીલની ગંભીરતા સમજાય હોત, ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન?  જાણો સરકારે શું કર્યો નિર્ણય
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન? જાણો સરકારે શું કર્યો નિર્ણય
ઘાટથી ગ્લેમર સુધી: એક એવા લગ્ન જેણે દરેક પાસામાં ભારતની આત્માને મૂર્તિમંત કરી
ઘાટથી ગ્લેમર સુધી: એક એવા લગ્ન જેણે દરેક પાસામાં ભારતની આત્માને મૂર્તિમંત કરી
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગંભીર બન્યું તંત્ર,આ બ્રિજના લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી બંધ
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગંભીર બન્યું તંત્ર,આ બ્રિજના લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી બંધ
Tesla Showroom: ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આ તારીખે મુંબઈમાં ખુલશે પહેલો શોરૂમ, જાણો શું હશે ખાસ
Tesla Showroom: ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આ તારીખે મુંબઈમાં ખુલશે પહેલો શોરૂમ, જાણો શું હશે ખાસ
Embed widget