Corona Cases: 88 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 1422 દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.
દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસોમાં 30 લાખ 39 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.
ગઈકાલે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
કુલ કોરોના કેસ - બે કરોડ 99 લાખ 35 હજાર 221
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 88 લાખ 44 હજાર 199
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 2 હજાર 887
કુલ મોત - 3 લાખ 88 હજાર 135
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
ગુજરાતમાં કરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના185 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10032 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 651 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.04 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 1,96,382 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કુલ 651 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.04 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 38, સુરત કોર્પોરેશનમાં 27, સુરત 13, જૂનાગઢ 11, વડોદરા કોર્પોરેશન 11, વડોદરા 10, દેવભૂમિ દ્વારકા 8, ગીર સોમનાથ 8, રાજકોટ કોર્પોરેશન 8, આણંદ 5, સાબરકાંઠા 5, વલસાડ 5, બનાસકાંઠા 4, જૂનાગઢ કોર્પોરેશન 4, ખેડા 4, કચ્છ 4, નવસારી 4, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, ભરુચ 2, રાજકોટ 2, અમરેલી , ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર અને નર્મદામાં 1-1 કેસ સાથે કુલ 185 કેસ નોંધાયા છે.