શોધખોળ કરો

Corona Update: સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1329ના મોત

દેશમાં કોરનાથી મૃત્યુ દર 1.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર હજુ પણ છે. સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 51667 નવા કોરોનાના કેસ આવ્યા અને 1329 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે 54069, મંગળવારે 50848 નવા કેસ આવ્યા હતા. જ્યારે વિતેલા 24 કલાકમાં 64527 લોકો કોરનાથી ઠીક થયા છે એટલે કે 14189 એક્ટિવ કેસ ઘટ્યા છે.

દેશમાં કોરનાથી મૃત્યુ દર 1.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ અંદાજે 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત ત્રીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોના વાયરસની હાલની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 1 લાખ 34 હજાર 445
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 91 લાખ 28 હજાર 267
  • કુલ એક્ટિવ કેસ - 6 લાખ 12 હજાર 868
  • કુલ મોત - 3 લાખ 93 હજાર 310

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. ગુરુવારે રાજ્યમાં 129 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા.

હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4427 છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 લોકોની હાલત સ્થિર છે. 808418 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10042 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.24 ટકા થયો છે.

કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10, સુરત 10,  વડોદરા કોર્પોરેશનમાં 8, વડોદરા 7, ગીર સોમનાથ 5, ખેડા 5 વલસાડ 5, નવસારી 4, રાજકોટ 4, અમરેલી 3, ભરુચ 3, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગઢ 3, આણંદ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, કચ્છ 2, મહેસાણા 2,  પંચમહાલ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, પોરબંદર 1 અને સાબરકાંઠામાં 1  કેસ નોંધાયો છે.

રાજ્યમાં ગઈકાલે 24 જૂનના રોજ કોરોનાના નવા 129 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887 થઇ છે અને મૃત્યુઆંક 10042 થયો છે. રાજ્યમાં ગઈકાલે અમદાવાદ શહેરમાં 1 અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget