શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાના કેસોમાં જંગી વધારો, કુલ કેસ 30 લાખને પાર, જાણો એક જ દિવસમાં કેટલા હજાર નવા કેસ નોંધાયા ?
છેલ્લા 24 કલાકમાં વિશ્વના તમામ દેશોમાં આ આંકડો સૌથી મોટો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 43,289 જ્યારે બ્રાઝિલમાં 46,210 નવા કેસો નોંધાયા છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો અવિરત ચાલુ છે અને વિશ્વમાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો હોય તેવા દેશોમાં હવે ભારતનો પણ સમાવેશ થઈ ગયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71,126 કેસ નોંધાયા છે અને વધુ 920 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
છેલ્લા 24 કલાકમાં વિશ્વના તમામ દેશોમાં આ આંકડો સૌથી મોટો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 43,289 જ્યારે બ્રાઝિલમાં 46,210 નવા કેસો નોંધાયા છે. આણ કોરોનાના રોજિંદા કેસોમાં ભારત અમેરિકા અને બ્રાઝિલ કરતાં ઘણું આગળ નિકળી ગયું છે.
ભારતમાં કોરોનાના કેસો સૌથી વધારે મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના કુલ કેસ 6.71 લાખથી વધુ થયા છે જ્યારે મૃત્યુઆંક 21,995 થયો છે. મહારાષ્ટ્રના આંકડાને વિશ્વના દેશો સાથે સરખાવવામાં આવે તો કોરોનાથી સંક્રમિત વિશ્વના ટોચના 10 દેશોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થઈ શકે છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસની બાબતમાં દક્ષિણ આફ્રિકા પાંચમા ક્રમે છે, જ્યાં મહારાષ્ટ્ર કરતાં કોરોનાના કેસ ઓછા 6.03 લાખ છે.
મૃત્યુઆંકના સંદર્ભમાં ઈરાનમાં 20,502થી વધુ લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્ર આ બાબતમાં પણ વિશ્વમાં ટોચના 10 દેશોમાં સ્થાન પામે એ હદે કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ભારતમાં પહેલેથી કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement