Coronavirus Update: કોરોનાના નવા કેસમાં ફરી એકવાર વધારો, એક દિવસમાં 30 હજારથી વધુ થયા સંક્રમિત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા ગુમાવ્યાં જીવ
અત્યાર સુધીમાં દુનિયાભરમાં 22.89 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યાં છે. અમેરિકા બાદ સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં નોંધાયા છે.
India Coronavirus News Updates: અત્યાર સુધીમાં દુનિયાભરમાં 22.89 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યાં છે. અમેરિકા બાદ સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં નોંધાયા છે.
દેશમાં કોરોના મામલે એક દિવસમાં એકવાર ફરી 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે ગત દિવસોમાં ઓછો કેસ નોંધાયા હતા. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તાજા આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 30,773 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 309 કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યાં છે. 38,945 લોકો કોરોનાથી સાજા થયા છ.
કોરોનાના છેલ્લા 7 દિવસના આંકડા
12 સપ્ટેમ્બર - 27,254
13 સપ્ટેમ્બર- 25,404
14 સપ્ટેમ્બર- 27,176
15 સપ્ટેમ્બર- 30,570
16 સપ્ટેમ્બર- 34,403
17 સપ્ટેમ્બર- 35,662
18 સપ્ટેમ્બર- 30,773
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોનાની મહામારીની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં ત્રણ કરોડ 33 લાખ 81 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાં 4 લાખ 44 હજાર 248 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 48 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. કુલ 3 લાખ 32 હજાર 158 લોકો હજુ કોરોના વાયરસથી સંક્રમિત છે.
કોરોનાના કુલ કેસ- 3 કરોડ 34 લાખ 48 હજાર 163
કુલ ડિસ્ચાર્જ – 3 કરોડ 26 લાખ 71 હજાર 167
કુલ એક્ટિવ કેસ – 3 લાખ 32 હજાર 158
કુલ મોત – 4 લાખ 44 હજાર 838
કુલ વેક્સિનેશન- 80 કરોડ 43 લાખ 72 હજાર વેક્સિનેટ થયા
કેરળમાં સૌથી વધુ કેસ
કેરળમાં શનિવારે સંક્રમણના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો અને સંક્રમણના 19,352 નવા કેસ સામે આવ્યાંની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 44 લાખ 88 હજાર 840 થઇ ગઇ છે. તો 143 દર્દીના મોત થઇ ગયા છે. મૃતકોની સંખ્યા 23,439 થઇ ગઇ છે. રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 23,260 કેસ સામે આવ્યા હતા.
દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.66 છે.એક્ટિવ કેસ 1.02 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત હવે આઠમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ, સૌથી વધુ મોત ભારતમાં થયા છે.