ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 4 લાખ નહીં, 34થી 47 લાખ મોત થયાનો અંદાજ – જાણો કોણે કર્યો આ દાવો
વૈજ્ઞાનિકો અને સંશોધકોનું કહેવું છે કે, ભારત સરકારના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે.
વોશિંગ્ટનઃ ભારતમાં કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના મહામારીથી અત્યાર સુધીમાં ચાર લાખ 18 હજારથી વધારે ભારતીયોના મોત થયા છે. પરંતુ એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાથી સરકારના આંકડા કરતાં 10 ગણા વધારે મોત થયાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં કોરોનાથી 34થી 47 લાખ મોત થયા છે.
વૈજ્ઞાનિકો અને સંશોધકોનું કહેવું છે કે, ભારત સરકારના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે. એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર ભારતમાં પીક પર હતી, ત્યારે દેશભરમાં હોસ્પિટલમાં જગ્યા મળતી ન હતી, દર્દીને પરત મોકલવા પડતા હતા. બાદમાં એ દર્દીઓના ઘરમાં જ મોત થઈ ગયા.
સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના સંશોધકોએ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 34 લાખથી 47 લાખની વચ્ચ મોતનો અંદાજ વ્યક્ત કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અસલમાં મોત લાખોમાં થયાની સંભાવના છે ન કે હજારોમાં. આ વિભાજન અને સવતંત્રતા બાદથી દેશની સૌથી મોટી માનવ ત્રાસદી બની ગઈ છે.
પ્રથમ 14 મહિનામાં 1.19 લાખ બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યૂજ (એનઆઈડીએ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ)ના રિસર્ચમાં કહેવામાં આવ્યું હુતં કે, ભારતમાં 25,500 બાળકોએ કોરોનાને કારણે પોતાના માતાને ગુમાવી દીધા છે જ્યારે 90751 બાળકોએ પોતાના પિતા અને 12 બાળકોએ માતા પિતા બન્નેને ગુમાવ્યા છે. કોરોના મહામારીન પ્રથમ 14 મહિના દરમિયાન ભારતના એક લાખ 19 હજાર બાળકો સહિત 21 દેશોમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોનાને કારણે માતા પિતાને ગુમાવ્યા છે જે તેમની સારસંભાળ રાખતા હતા.
આ રિસર્ચના આંકલન અનુસાર, વિશ્વભરમાં 11 લાખ 34 હજાર બાળકોએ પોતાના માતા પિતા અથવા સંરક્ષક દાદા-દાદી/નાના-નાનીને કોરોનાને કારણે ગુમાવ્યા છે. તેમાંથી 10,42,000 બાળકોએ પોતાના માતા, પિતા અથવા બન્નેને ગુમાવ્યા છે. મોટાભાગના બાળકોએ માતા પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા છે.
Corona Cases: ફરીથી કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 40,000થી વધારે નવા કેસ, 4000 સંક્રમિતોના મોત