(Source: ECI/ABP News/ABP Majha)
India Omicron Cases: દેશમાં નોંધાયેલા કુલ ઓમિક્રોન કેસના 50 ટકાથી વધુ આ બે રાજ્યમાં, જાણો રાજ્યવાર સ્થિતિ
Omicron Cases: ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે. દેશના 12 રાજ્યમાં કેસ નોંધાયા છે.
Omicron Cases India Update: દેશમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોમ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. આ વેરિઅન્ટના નવા કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 200 પર પહોંચી ગઇ છે. જોકે મોટા ભાગના કેસો માઇલ્ડ હોવાનું પ્રશાસને જણાવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના 13 રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 200થી કેસ નોંધાયા છે. જેમાંથી 77 દર્દી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 54, દિલ્હીમાં 54, તેલંગાણામાં 20, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15, ગુજરાતમાં 14, ઉત્તરપ્રદેશમાં 2, ઓડિશામાં 2, આધ્રપ્રદેશમાં 1, ચંદીગઢમાં 1, તમિલનાડુમાં 1, પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયા છે.
કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન સંક્રમિત દર્દી થયા સાજા
મહારાષ્ટ્રમાં 28, દિલ્હીમાં 12, કર્ણાટકમાં 15, રાજસ્થાનમાં 18, ઉત્તરપ્રદેશમાં 2, આંધ્રપ્રદેશમાં 1, પશ્ચિમ બંગાળમાં 1 ઓમિક્રોન સંક્રમિત દર્દી સાજા થયા છે.
ઓમિક્રોનના કેવા હોય છે લક્ષણો
દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો કોરોનાનો આ નવો વેરિઅન્ટ ભારતમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનને લગતી વિશેષ હકીકત હજુ સુધી સામે આવી શકી નથી. એટલે કે ઓમિક્રોનના લક્ષણો અંગે પૂરતી માહિતીનો પણ અભાવ છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં મુખ્યત્વે નાકમાંથી પાણી નિકળવું, માથુ દુખવું, થાક લાગવો, છીંક આવવી અને ગળામાં ડ્રાઈનેસ જેવા લક્ષણ જોવા મળ્યા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટના ટેસ્ટ માટે આઇસીએમઆર દ્વારા એક કિટ તૈયાર કરવામાં આવી છે. જેના થકી આ વેરિઅન્ટને ઝડપથી પકડી પાડવામાં મદદ મળશે. હાલ બૂસ્ટર ડોઝની માગ થઇ રહી છે ત્યારે ભારત બાયોટેકે રસીનો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા માટે ડીસીજીઆઇ પાસેથી ત્રીજા પરીક્ષણની માગ કરાઇ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 5326 નવા કેસ નોંધાયા છે અને 453 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8043 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની 82,267 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3722 કેસ નોંધાયા છે અને 419 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 138,34,78,181 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 64,56,911 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
- કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 52 હજાર 164
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 95 હજાર 060
- એક્ટિવ કેસઃ 79 હજાર 097
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 78 હજાર 007