શોધખોળ કરો
Advertisement
ભ્રષ્ટાચાર હજુ પણ દેશની મોટી સમસ્યા, દુનિયામાં ભારત 80માં નંબરે
80માં રેન્ક પર ભારત-ચીન સિવાય ઘાના, બેનિન અને મોરક્કો જેવા દેશ છે. સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોમાં ડેનમાર્ક ટોચ પર છે.
નવી દિલ્હી: દેશમાં ભ્રષ્ટાચારને ડામવા માટે તમામ દાવાઓ થતાં રહ્યાં છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2019માં ભ્રષ્ટાચાર મામલે ભારત 80માં સ્થાને છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે તમામ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિને લઈને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં 180 દેશોની યાદી જાહેર કરી છે.
ભારતનો 100માંથી 41 સ્કોર રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે 80માં રેન્ક પર ભારત-ચીન સિવાય ઘાના, બેનિન અને મોરક્કો જેવા દેશ છે. સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોમાં ડેનમાર્ક ટોચ પર છે. ન્યૂઝીલેન્ડ તેની સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. આ સિવાય ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિટઝરલેન્ડ અને નૉર્વેનો નંબર આવે છે. પાડોસી દેશ પાકિસ્તાનની રેન્કિંગ 120 રહી છે. જેનો સ્કોર 32 છે.
પાડોસી દેશોની વાત કરીએ તો ભૂટાન એકમાત્ર દેશ છે, જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. ભૂટાન 68 પોઈન્ટ સાથે 25મીં રેન્કિંગ પર છે. બાકી અન્ય દેશોની સ્થિતિ ભારત કરતા પણ ખરાબ છે. શ્રીલંકા 93માં, નેપાળ 113, માલદીવ-મ્યાનમાનર 130 અને બાંગ્લાદેશ 146માં નંબર પર છે.
વૈશ્વિક રેકિંગમાં સોમાલિયા સૌથી નીચલા 180માં નબર પર છે. આ પહેલા દક્ષિણ સૂડાન, સીરિયા,યમન વેનેઝૂએલા અને સૂડાન જેવા દેશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion