શોધખોળ કરો

COVID19 Cases Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 12885 નવા કોવિડ કેસ નોંધાયા, 461 લોકોના મોત

સરકારી આંકડા મુજબ, રસીકરણની કુલ સંખ્યા 1,07,63,14,440 છે. છેલ્લા 24 કલાકમાં 30,90,920 લોકોને રસી આપવામાં આવી છે.

COVID19 Cases Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 12,885 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે 461 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ રોગથી સંક્રમિત હજારો લોકો સાજા પણ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં અનેક મોત થયા છે. 15,054 સાજા થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા 1.5 લાખથી ઓછી છે. કોરોના રોગચાળાને કારણે થઈ રહેલા મૃત્યુ વચ્ચે ભારતનું રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ રસીકરણ અંગે સતત ગંભીરતા દાખવી રહ્યા છે.

નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે

સરકારી આંકડા મુજબ, રસીકરણની કુલ સંખ્યા 1,07,63,14,440 છે. છેલ્લા 24 કલાકમાં 30,90,920 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 3,36,97,740 લોકો સંક્રમણને માત આપી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધુ છે, જેના કારણે સક્રિય કોવિડ -19 કેસોમાં પણ ઘટાડો થયો છે. રિકવરી રેટ 98.22 ટકા પર પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં 107 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં 107 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા લાખો ડોઝનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં વિશ્વમાં 24 કરોડ 75 લાખથી વધુ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો એટલે કે 50 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં કોરોના કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા નહિવત રહી. બુધવારે પંજાબમાં કોરોના વાયરસના 34 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 6,02,466 થઈ ગઈ છે. બુધવારે કેરળમાં કોવિડ -19 ના 7,312 નવા કેસના આગમન સાથે, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 49,87,710 થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ નિયંત્રણમાં છે.

ઘરે-ઘરે જઈ રસીકરણ અભિયાન હાથ ધરવું પડશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રસીકરણના વ્યાપને વિસ્તૃત કરવા અને બીજા ડોઝ લઈને રસીકરણ અભિયાન પૂર્ણ કરવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે સંક્રમણના ઓછા કેસ હોવા છતાં પણ લોકોએ તેની ગંભીરતાને અવગણવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે જો શિથિલતા રહેશે તો નવું સંકટ આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Embed widget