India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,139 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,139 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 16,482 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસનો આંકડો 1,36,076 પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 5.10 ટકા છે.
#COVID19 | India reports 20,139 fresh cases, 16,482 recoveries, and 38 deaths in the last 24 hours.
Active cases 1,36,076
Daily positivity rate 5.10% pic.twitter.com/XVzvVjsmjL— ANI (@ANI) July 14, 2022
હવે દેશમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા વધીને 136,076 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, 16,482 દર્દીઓ પણ આ જીવલેણ રોગને હરાવવામાં સફળ થયા છે અને આ સંખ્યા વધીને 43,028,356 થઈ ગઈ છે. હાલમાં દેશમાં પોઝિટીવીટી રેટ 5.10% છે. છેલ્લા એક દિવસમાં કેસમાં લગભગ 19 ટકાનો ઉછાળો આવ્યો છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા એટલે કે બુધવારે દેશમાં કોરોનાના 16,906 કેસ નોંધાયા હતા અને 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 2575 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કારણે 10 દર્દીઓનું મોત થયું છે. આ સાથે, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 80,10,223 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,48,001 થઈ ગયો છે. મંગળવારે રાજ્યમાં 2435 કેસ નોંધાયા હતા અને કોવિડને કારણે 13 લોકોના મોત થયા હતા.
Edible Oil: ખાદ્યતેલ થયું સસ્તું, જાણો સરસવ, સોયાબીન સહિત તમામના ભાવ કેટલા ઘટ્યા
Microsoft Lay off: માઈક્રોસોફ્ટે કરી કર્મચારીઓની છટણી, જાણો કંપનીએ શું કારણ આપ્યું
બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 490 નવા કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. દિલ્હીમાં કોવિડ ચેપનો દર 3.16 ટકા નોંધાયો છે. નવા કેસ આવ્યા પછી રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપના કેસ વધીને 19,41,905 થઈ ગયા, જ્યારે મૃત્યુઆંક વધીને 26,288 થઈ ગયો.