શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 9971 કેસ નોંધાયા, કુલ સંક્રમિતો અઢી લાખ નજીક
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,46,628 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ચાર તબક્કાના લોકડાઉન પછી હવે દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે લોકડાઉન તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તમામ પરિણામો પછી પણ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 9971 નવા કેસ આવ્યા છે અને 287 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,46,628 પર પહોંચી છે. 6929 લોકોના મોત થયા છે અને 1,19,293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,20,406 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 2969, ગુજરાતમાં 1219, દિલ્હીમાં 761, મધ્યપ્રદેશમાં 399, આંધ્રપ્રદેશમાં 73, આસામમાં 4, બિહારમાં 30, ચંદીગઢમાં 5, છત્તીસગઢમાં 4, હરિયાણામાં 24, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 39, ઝારખંડમાં 7, કર્ણાટકમાં 59, કેરળમાં 15, મેઘાલયમાં 1, ઓડિશામાં 8, પંજાબમાં 50, રાજસ્થાનમાં 231, તમિલનાડુમાં 251, તેલંગાણામાં 123, ઉત્તરાખંડમાં 11, ઉત્તરપ્રદેશમાં 257 અને પશ્ચિમ બંગાળમાં 383 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 82,968 પર પહોંચી છે. તમિલનાડુમાં 30,152, ગુજરાતમાં 19,592, દિલ્હીમાં 27,654 રાજસ્થાનમાં 10,331, મધ્યપ્રદેશમાં 9228, ઉત્તરપ્રદેશમાં 9733, આંધ્રપ્રદેશમાં 4510, આસામ 2397, બિહાર 4915, પંજાબમાં 2515, તેલંગાણામાં 3496, ઓડિશા 2781, પશ્ચિમ બંગાળમાં 7738 સંક્રમિતો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement