(Source: ECI/ABP News/ABP Majha)
Video: આ શહેરમાં બની ભારતની પહેલી 3D Printed પૉસ્ટ ઓફિસ, જાણો શું છે ફેસિલિટીને ને ખર્ચો
પૉસ્ટ ઓફિસના બાંધકામ માટે 45 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે 43 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો
India's First 3D Printed Post Office: ભારતમાં હવે એક પછી એક અનોખા ઇનૉવેશન સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ભારતની તરતી પૉસ્ટ ઓફિસ જાણીતી હતી પરંતુ હવે બીજી પૉસ્ટ ઓફિસ લાઈમલાઈટમાં આવી ગઇ છે, અને તે છે 3D. ખરેખરમાં, ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ પૉસ્ટ ઓફિસ સામાન્ય લોકો માટે ઓપન થઇ ગઇ છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું. તેમને પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા પૉસ્ટ ઓફિસના બાંધકામની ક્લિપ પણ શેર કરી છે. આ પૉસ્ટ ઓફિસ કર્ણાટકના બેંગલુરુંના કેમ્બ્રિજ લેઆઉટ વિસ્તારમાં ખોલવામાં આવી છે. વધુ સારી વાત એ છે કે આ પૉસ્ટ ઓફિસ ડેડલાઇન પહેલા તૈયાર થઈ ગઈ.
પૉસ્ટ ઓફિસના બાંધકામ માટે 45 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે 43 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. તે લાર્સન એન્ડ ટૂબ્રો લિમિટેડ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી મદ્રાસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
The spirit of Aatmanirbhar Bharat!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023
🇮🇳India’s first 3D printed Post Office.
📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b
કેવી રીતે બનાવવામાં આવી આ પૉસ્ટ ઓફિસ ?
ખરેખરમાં, આ પૉસ્ટ ઓફિસ એક મશીન દ્વારા બનાવવામાં આવી છે જેમાં 3D કૉંક્રિટ પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તે સ્વયંસંચાલિત રોબૉટિક પ્રિન્ટરનો ઉપયોગ કરે છે જે ફેડ ડિઝાઇન અનુસાર સ્તર દ્વારા કોંક્રિટ સ્તર જમા કરે છે. તેની મજબૂતી માટે તેમાં એક ખાસ પ્રકારના કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી એક સ્તર બીજા સાથે જોડાયેલ રહે. આ પૉસ્ટ ઓફિસ બનાવવાનો કુલ ખર્ચ આશરે 23 લાખ રૂપિયા આવ્યો છે, જે પરંપરાગત પદ્ધતિઓ કરતા 30-40 ટકા ઓછો છે.
IIT મદ્રાસના પ્રૉફેસર મનુ સંથાનમે આ બિલ્ડિંગના 3D પ્રિન્ટિંગ માટે L&Tને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. તેમને જણાવ્યું કે આ પૉસ્ટ ઓફિસમાં કોઈ વર્ટિકલ જોઈન્ટ નથી. મતલબ કે એક રીતે કોઈ કૉલમ નથી. પ્રૉફેસરે જણાવ્યું હતું કે ઈમારતના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી 3D પ્રિન્ટીંગ ટેક્નોલૉજી ડેનમાર્કથી આયાત કરવામાં આવી હતી અને તેનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેમાં વક્ર ડિઝાઇનને સરળતાથી સામેલ કરી શકાય છે.