શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાફેટ જેટ લેવા ફ્રાન્સ જશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એરફોર્સ ચીફ ધનોઆ
રાજનાથ સિંહ અને એરફોર્સના ચીફ ફ્રેન્ચ ઓથોરિટી પાસેથી બોરડીઓક્સમાં પ્લેન મૈન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટમાં રાફેલ વિમાન રિસીવ કરશે.
નવી દિલ્હીઃ રાફેલ ફાઇટર પ્લેનનો પ્રથમ જથ્થો લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એરફોર્સના વડા બીએસ ધનોઆ ફ્રાન્સ જશે. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશન પ્રથમ રાફેલ જેટ 20 સપ્ટેમ્બરના રોજ ભારતને સોંપશે. એક સંરક્ષણ અધિકારીએ કહ્યું કે, યોજના અનુસાર કેન્દ્ર સરકાર તરફથી ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ફ્રાન્સ જશે અને રાફેલ જેટ રિસીવ કરશે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર જેટની ખરીદી માટે કરાર કર્યા છે. રાજનાથ સિંહ અને એરફોર્સના ચીફ ફ્રેન્ચ ઓથોરિટી પાસેથી બોરડીઓક્સમાં પ્લેન મૈન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટમાં રાફેલ વિમાન રિસીવ કરશે.
અધિકારીઓ અનુસાર, ફ્રાન્સની કંપની ભારતને જે રાફેલ વિમાન આપશે. તે ફ્રાન્સની એરફોર્સમાં સામેલ ફાઇટર પ્લેનથી પણ એડવાન્સ છે. નોંધનીય છે કે રાફેલ ફાઇટર પ્લેન ભારત પહોંચે તે અગાઉ ભારતીય પાયલટોએ તેને ચલાવવાની ટ્રેનિંગ મેળવી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion