(Source: ECI/ABP News/ABP Majha)
Solar eclipse 2021: આજે બપોરે 1.42 વાગે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, આખા ભારતમાં ફક્ત આ બે જગ્યાએ જ દેખાશે આ સુંદર નજારો......
વર્ષ 2021નુ આ પહેલુ સૂર્યગ્રહણ, અરુણાચલ પ્રદેશમાં દિબાંગ વન્યજીવ અભ્યારણ્યની પાસે સાંજે લગભગ 5 વાગીને 52 મિનીટ પર જોઇ શકાશે. જ્યારે લદ્દાખના ઉત્તરીય ભાગમાં આને સાંજે 06 વાગે જોઇ શકાશે. અહીં સૂર્યાસ્ત સાંજે લગભગ 06 વાગીને 15 મિનીટ પર થશે.
Surya Grahan 2021: આ વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ આજે એટલેક 10, જૂન 2021, દિવસ ગુરુવારે બપોર બાદ 1 વાગીને 42 પર શરૂ થશે. જે સાંજે 6 વાગીને 41 મિનીટ પર ખતમ થઇ જશે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. હિન્દુ પંચાંગ અનુસાર, આ સૂર્યગ્રહણ જેઠ મહિનાની અમાષના વૃષભ રાશિ અને મૃગ રાશિ નક્ષત્રમાં લાગશે. સંયોગથી આ દિવસ વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પણ છે. આ સંયોગ 148 વર્ષ બાદ બની રહ્યો છે કે સૂર્યગ્રહણ શનિ જયંતિના દિવસે લાગી રહ્યું છે.
સૂર્યગ્રહણ શું છે?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, જ્યારે સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી એક સીધી રેખમાં આવી જાય છે, ત્યારે આ ઘટના ઘટે છે. આ વખતે આ સૂર્યગ્રહણ એક વલયાકાર પૂર્ણ સૂર્યગ્રહણ હશે. આમા ચંદ્રમાનો પડછાયો સૂર્ય પર એ રીતે પડશે કે સૂર્યની વચ્ચેનો ભાગ પુરેપુરો ઢંકાઇ જશે, પરંતુ સૂર્યનો બહારનો ભાગ એક વલયના આકારમાં પ્રકાશિત થતો દેખાશે.
ભારતના આ રાજ્યોમાં દેખાશે આ સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણ ભારતના ફક્ત બે જ રાજ્યોમાં - અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના માત્ર કેટલાક ભાગોમાં જ દેખી શકાશે. આ ભાગમાં સૂર્યગ્રહણ સૂર્યાસ્તથી થોડાક પહેલા જ દેખી શકાશે.
વર્ષ 2021નુ આ પહેલુ સૂર્યગ્રહણ, અરુણાચલ પ્રદેશમાં દિબાંગ વન્યજીવ અભ્યારણ્યની પાસે સાંજે લગભગ 5 વાગીને 52 મિનીટ પર જોઇ શકાશે. જ્યારે લદ્દાખના ઉત્તરીય ભાગમાં આને સાંજે 06 વાગે જોઇ શકાશે. અહીં સૂર્યાસ્ત સાંજે લગભગ 06 વાગીને 15 મિનીટ પર થશે.
આ દેશોમાં દેખાશે સૂર્યગ્રહણ 2021
વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ મુખ્ય રીતે ઉત્તરીય અમેરિકા, યૂરોપ અને એશિયાના મોટા વિસ્તારોમાં જોઇ શકાશે.