શોધખોળ કરો
ભારતે ચીન સાથેના તણાવની વચ્ચે કર્યુ મેડ ઇન ઇન્ડિયા 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલનુ સફળ પરીક્ષણ
ધ્રુવાસ્ત્ર મિસાઇલનો ઓડિશામાં ડાયેરેક્ટ અને ટૉપ એટેક મૉડમાં સફળ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ મિસાઇલની રેન્જ ચાર કિલોમીટરથી લઇને સાત કિલોમીટર સુધીની છે. આ પરીક્ષણ હજુ હેલિકૉપ્ટર વિના કરવામાં આવ્યુ છે
![ભારતે ચીન સાથેના તણાવની વચ્ચે કર્યુ મેડ ઇન ઇન્ડિયા 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલનુ સફળ પરીક્ષણ india successfully tested dhruvastra missile ભારતે ચીન સાથેના તણાવની વચ્ચે કર્યુ મેડ ઇન ઇન્ડિયા 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલનુ સફળ પરીક્ષણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/22195643/Missile-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ચીન સાથેના વિવાદ અને તણાવની વચ્ચે ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવવાની શરૂ કરી દીધી છે. ભારતે શક્તિશાળી ધ્રુવાસ્ત્ર મિસાઇલનુ સફળ પરીક્ષણ કર્યુ છે. આ મિસાઇલ પુરેપુરી મેડ ઇન ઇન્ડિયા છે. આ મિસાઇલને એટેક હેલિકૉપ્ટર ધ્રૂવ પર તૈનાત કરવામાં આવશે. ક્વિક રિસ્પૉન્સ વાળી આ મિસાઇલ આંખના પલકારામાં દુશ્મનોના ઠેકાણાંઓને તબાહ કરી દેશે.
ધ્રુવાસ્ત્ર મિસાઇલનો ઓડિશામાં ડાયેરેક્ટ અને ટૉપ એટેક મૉડમાં સફળ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ મિસાઇલની રેન્જ ચાર કિલોમીટરથી લઇને સાત કિલોમીટર સુધીની છે. આ પરીક્ષણ હજુ હેલિકૉપ્ટર વિના કરવામાં આવ્યુ છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા બનાવવામાં આવેલી આ મિસાઇલનુ નામ પહેલા નાગ હતુ, જેને પછી બદલીને ધ્રુવાસ્ત્ર કરી દેવામાં આવ્યુ છે.
DRDOએ ચીન બોર્ડર પર નજર રાખવા માટે તૈયાર કર્યુ શક્તિશાળી ડ્રૉન 'ભારત'
ડીઆરડીઓએ એક ખાસ ડ્રૉન તૈયાર કર્યુ છે. DRDOએ લાઇન ઓફ એક્ચ્યૂઅલ કન્ટ્રૉલ -ચીનની સીમા માટે ભારતીય સેનાને ઉંચાઇ વાળા અને પહાડી વિસ્તારોમાં સટીક નજર રાખવા માટે સ્વદેશી ટેકનિકથી વિકસિત ડ્રૉન 'ભારત' ઉપલબ્ધ કરાવ્યુ છે.
'ભારત' નામનુ હવાઇ યૌદ્ધા આ ડ્રૉનને ડીઆરડીઓના ટર્મિનલ બૉલિસ્ટિક્સ અનુસંધાન પ્રયોગશાળા (ટીબીઆરએલ), ચંડીગઢ દ્વારા વિકસીત કરવામાં આવ્યુ છે. આને ઉંચાણવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યુ છે. તેમને જણાવ્યુ કે આને પૂર્વી લદ્દાખ એટલે કે ચીનની સરહદ પર નજર રાખવા માટે તૈનાત કરાશે. જોકે, આને તૈનાત કરવા પર સેના નિર્ણય લેશે.
જાણો શું છે ખાસયિતો....
દુનિયાનુ સૌથી હલ્કુ અને સ્ફૂર્તિલુ છે ડ્રૉન 'ભારત'
નાઇટ વિઝન વાળુ છે ડ્રૉન 'ભારત'
રિયલ ટાઇમનુ વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે
બાલાકૉટ જેવી એર સ્ટ્રાઇક કરવામાં સક્ષમ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કેમેરાવાળુ છે ડ્રૉન 'ભારત'
ગાઢ જંગલોમાં સંતાયેલા દુશ્મનોને પણ ટ્રેક કરી શકે છે
પોતાની ડિઝાઇન અને ટેકનોલૉજીના કારણે રડાર પર નથી થતુ ડિટેક્ટ
સૌથી ઠંડા પ્રદેશમાં પણ કામ કરવામાં સક્ષમ
સુત્રોએ કહ્યું કે આ ડ્રૉન 'ભારત' બહુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે, કેમકે તે ઝૂંડના સંચાલનથી કામ કરી શકે છે. એટલે કે કોઇપણ પાયલટ વિના તે પોતાના મિશનને અંજામ સુધી પહોંચાડી શકે છે.
![ભારતે ચીન સાથેના તણાવની વચ્ચે કર્યુ મેડ ઇન ઇન્ડિયા 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલનુ સફળ પરીક્ષણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/22173527/Drone-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)