Truecaller પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા, ઓફિસમાં કરાઇ તપાસ, જાણો શું છે આરોપ?
Truecaller એપની મદદથી તમે તમારી જાતને સ્પામ અને સ્કેમથી પણ બચાવી શકો છો
Truecaller App ની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગે ગુરુગ્રામ અને અન્ય સ્થળો પર ટ્રુકોલરની ઓફિસ અને તેના સંબંધિત કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કંપની પર ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે, જેના માટે આવકવેરા એજન્સીઓ તપાસ કરી રહી છે.
સ્વીડન સ્થિત Truecaller ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ લોકપ્રિય છે. આ એપ તમને એવા કોલર્સના નામ જણાવે છે જેમના નંબર તમારી કોન્ટેક્ટ બુકમાં સેવ નથી. દાખલા તરીકે જો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો છે, તો Truecaller એપ મોબાઈલ સ્ક્રીન પર તે વ્યક્તિનું નામ બતાવે છે. આ પછી તમે નક્કી કરી શકો છો કે તે કોલ ઉપાડવો કે નહીં.
સ્પામ કોલથી પણ રક્ષણ આપે છે
Truecaller એપની મદદથી તમે તમારી જાતને સ્પામ અને સ્કેમથી પણ બચાવી શકો છો. વાસ્તવમાં આ એપ પર કેટલાક નંબરોને સ્પામ તરીકે રિપોર્ટ કરવાનો વિકલ્પ છે. આવી સ્થિતિમાં જો ઘણા લોકો એક જ નંબરને સ્પામ તરીકે રિપોર્ટ કરે છે તો એપ્લિકેશન પણ તેને સ્પામ માને છે.
આ પછી જ્યારે તે નંબર કોઈને કૉલ કરે છે ત્યારે Truecaller તેને સ્પામ નંબર કહે છે. આવી સ્થિતિમાં નિર્દોષ લોકો પોતાને સ્પામ અને ફેક કોલથી બચાવી શકે છે.
સ્વીડનની એપ Truecaller
સ્વીડિશ એપ Truecaller 2009માં Alan Mamedi અને Nami Zarringhalam એ શરૂ કરી હતી. હવે તેઓ ડેઇલી ઓપરેશનથી હટવા જઇ રહ્યા છે અને જાન્યુઆરી સુધીમાં પોતાનું પદ છોડી દેશે. હવે તેમના સ્થાન પર રિશિત ઝૂનઝૂનવાલા કાર્યભાર સંભાળશે. રિશિત ઝૂનઝૂનવાલા પહેલાથી જ Truecaller એપમાં પ્રોડક્ટ ચીફ છે.