શોધખોળ કરો
Advertisement
ભારતીય એરફોર્સનું હૉક એડવાન્સ જેટ વિમાન પશ્ચિમ બંગાળમાં તૂટ્યું
નવી દિલ્લી: ગુરુવારે ભારતીય વાયુસેનાનું એક હૉક એડવાંસ્ડ જેટ વિમાન (એજેટી) પશ્ચિમ બંગાળમાં તૂટી પડ્યું હતું. વિમાને 11 વાગે કલાઈકુંડા એયર બેસથી ઉડાન ભર્યું હતું. ઉડાન ભર્યાના થોડા જ સમયમાં તેમાં ખરાબી આવી ગઈ હતી, જેના કારણે અકસ્માત નડ્યો હતો. વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાંથી બન્ને પાયલોટોને સુરક્ષિત રીતે બહાર કાઢી નાખવામાં આવ્યા છે. મામલાની તપાસ માટે કોર્ટ ઑફ ઈન્કવાયરીની જાહેરાત કરી નાખવામાં આવી છે. વાયુસેનાએ અકસ્માત વિસ્તારને પોતાની નજરમાં રાખી દીધી છે.
વિમાને ઉડાન ભર્યાના થોડા સમયની અંદર જ એયર સ્ટેશનની સીમામાં જ અકસ્માત થયો હતો. ગત વર્ષ જૂનમાં પણ એક હૉક વિમાન કલાઈકુંડા સ્ટેશનથી ઉડાન ભર્યા પછી ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હતો. નવા પાયલોટોને શીખવાડવા માટે ત્રીજા ચરણમાં એક વર્ષ સુધી હૉક વિમાનનું શિક્ષણ આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
Advertisement