(Source: ECI | ABP NEWS)
યુદ્ધ વધુ ભયાનક થવાના એંધાણ! જમ્મૂ કાશ્મીરમાં CRPF, BSF, ITBP અને SSBની ટૂકડીઓ ઉતારવાનો સરકારનો નિર્ણય, પાકિસ્તાનને....
જમ્મૂ કશ્મીરમાં ભારતીય સેનાના ઉતારાશે ધાડેધાડા: CRPF, BSF, ITBP અને SSB ના વધારાના દળો તૈનાત કરાશે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સેના તૈયાર

Indian Army raid Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર દ્વારા અર્ધલશ્કરી દળોની વધારાની કંપનીઓને ત્યાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી સંભવિત ષડયંત્રો અને આતંકવાદી ગતિવિધિઓના પ્રયાસો વચ્ચે, આ પગલાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરની વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે. તમામ અર્ધલશ્કરી દળોની વધારાની કંપનીઓને તાત્કાલિક અસરથી જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવશે.
આ દળોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બલ (SSB) નો સમાવેશ થાય છે. આ વધારાના દળોની તૈનાતીનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં સુરક્ષા ગ્રીડને વધુ સઘન બનાવવાનો છે.
મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા અને સરહદી લોકોને ખસેડવાની પ્રાથમિકતા
જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત થનારા આ વધારાના અર્ધલશ્કરી દળોની પ્રાથમિકતા સ્પષ્ટ કરવામાં આવી છે. તેમની મુખ્ય જવાબદારીઓમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ અને સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવી તે રહેશે. આ ઉપરાંત, સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ તેમની પ્રાથમિકતામાં શામેલ છે. પાકિસ્તાન તરફથી સીમા પારથી થતી ઘૂસણખોરી અને આતંકવાદી ગતિવિધિઓના પ્રયાસોને રોકવામાં પણ આ દળો મદદરૂપ થશે.
જમ્મુ અને કાશ્મીરમાં આ વધારાના દળોની તૈનાતી પાકિસ્તાનને એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત તેની સુરક્ષા પ્રત્યે અત્યંત ગંભીર છે અને કોઈપણ પ્રકારના ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સેના અને અર્ધલશ્કરી દળો સંયુક્ત રીતે ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કટિબદ્ધ છે.
નોંધનીય છે કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધીના રાજ્યોમાં આવેલા અનેક મહત્વપૂર્ણ લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અવંતિપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા અને ગુજરાતના ભૂજ જેવા સંવેદનશીલ સ્થળોએ પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય ભારતીય સંરક્ષણ અને સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કરવાનો હતો, પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહીં.
પાકિસ્તાનના હુમલાના પ્રયાસો સામે ભારતની તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હતી. ભારતના ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર-યુએએસ ગ્રીડ (Integrated Counter-UAS Grid) અને એર ડિફેન્સ સિસ્ટમ્સે અત્યંત સક્રિયતા અને ક્ષમતા દર્શાવી. આ અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓએ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને સફળતાપૂર્વક ટ્રેક કર્યા અને તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ નિષ્ફળ બનાવી દીધા. ભારતીય સંરક્ષણ તંત્રની સતર્કતા અને સજ્જતાના કારણે પાકિસ્તાનનો મોટો હુમલાનો પ્લાન કારગર નિવડ્યો નહીં.





















