શોધખોળ કરો
Advertisement
માલદીપમાં ફસાયેલા 750 ભારતીયોને લાવવા માટે પહોંચ્યુ નેવીનુ જંગી જહાજ, આજે થશે વતન વાપસી
નેવી અનુસાર, પહેલા તબક્કામાં આઇએનએસ જલશ્વથી લગભગ 750 ભારતીય નાગરિકોને લાવવામાં આવી રહ્યાં છે, જે આજે માલેથી લગભગ 900 કિમીની યાત્રા કરીને કોચ્ચિ પોર્ટ પર પહોંચશે. અહીં નાગરિકોને ઉતારીને તેમના રાજ્ય કે જિલ્લા સુધી પહોંડવામાં આવશે
નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાના બે યુદ્ધપોત આઇએનએસ જલશ્વ અને આઇએનએસ મગર દક્ષિણ એશિયન દ્વીપ માલદીવમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે રવાના થઇ ચૂક્યા છે. એટલે કે ભારતીયોની વતન વાપસી માટે મહા અભિયાન વંદે ભારતના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. ઓપરેશન સમુદ્ર સેતુના નામથી નેવીના બે જહાજોને કામમાં લગાવી દેવામાં આવ્યા છે.
નેવી અનુસાર, પહેલા તબક્કામાં આઇએનએસ જલશ્વથી લગભગ 750 ભારતીય નાગરિકોને લાવવામાં આવી રહ્યાં છે, જે આજે માલેથી લગભગ 900 કિમીની યાત્રા કરીને કોચ્ચિ પોર્ટ પર પહોંચશે. અહીં નાગરિકોને ઉતારીને તેમના રાજ્ય કે જિલ્લા સુધી પહોંડવામાં આવશે.
સ્વદેશ પરત ફરનારા ભારતીયોને કોચ્ચિમાં ઉતારવામાં આવશે અને તેને તેમના રાજ્યની સંબંધિત એજન્સીના હવાલે કરી દેવામાં આવશે. નેવી અનુસાર, ઓપરેશન સમુદ્ર સેતુને કેન્દ્ર સરકારની કેટલીક એજન્સીઓ અને રાજ્ય સરકારોના સહયોગથી અંજામ આપવામાં આવી રહ્યો છે.
આ નેવી જહાજમાં લાવવામા આવી રહેલા ભારતીય નાગરિકો પાસેથી 40 ડૉલર એટલે કે લગભગ 3 હજાર 26 રૂપિયાની રાહત શુલ્ક લેવામાં આવશે. 40 ડૉલરના ભાડાની જગ્યાએ સેવા શુલ્ક એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે માલદીપથી કોચ્ચિ સુધી આવનારા લક્ઝરી ક્રૂઝ શિપનુ એવરેજ ભાડુ 32 હજાર રૂપિયા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion