શોધખોળ કરો

Indian Railway: ટિકિટ વિના મુસાફરી કરનારા માટે આ મહિલા કર્મચારી બની આફત, એક કરોડ રૂપિયાનો વસૂલ્યો દંડ

રોઝલિનની  તસવીરો રેલવે મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે

રેલવેમાં કામ કરતી એક મહિલા કર્મચારીનાના કામના વખાણ થઈ રહ્યા છે. વાસ્તવમાં આ મહિલા કર્મચારીએ ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી કરતા રેલવે મુસાફરો પાસેથી 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો છે. Rosaline Arokia Mary દક્ષિણ  રેલવેમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. 1 કરોડનો દંડ વસૂલનાર તે રેલવેની પ્રથમ મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફ બની ગઈ છે.

રોઝલિનની  તસવીરો રેલવે મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં તે મુસાફરોની ટિકિટ ચેક કરતી જોવા મળી રહી છે. આ સિવાય તે દંડ પણ વસુલ કરી રહી છે.

રેલ્વે મંત્રાલયે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તે પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરી રહી છે. રોઝલીન દક્ષિણ રેલવેમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. તેણે ટિકિટ વગરના અને અનિયમિત રેલવે મુસાફરો પાસેથી 1.03 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

'આવી મહિલાઓ જ ભારતને મહાસત્તા બનાવશે'

રેલવે મંત્રાલયના આ ટ્વીટ બાદ કમેન્ટ સેક્શનમાં લોકોએ કોમેન્ટ્સ કરી હતી. બધા યુઝર્સે તેના કામની પ્રશંસા કરી અને અભિનંદન આપ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું - અમને આવા સમર્પિત મહિલા કર્મચારીઓની જરૂર છે, જે ભારતને મહાસત્તા બનાવી શકે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે  મને ગર્વ છે કે હું તમારો મિત્ર છું. હું તમને પહેલેથી જ ઓળખું છું, તેથી તમારી સિદ્ધિથી મને બહુ આશ્ચર્ય થયું નથી. તમે ફરજ દરમિયાન સમર્પણ, પ્રામાણિકતા દર્શાવી છે.

એક કર્મચારીએ 1 કરોડ 55 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

એક અખબારી યાદી બહાર પાડતી વખતે દક્ષિણ રેલવેએ લખ્યું હતું કે મેરી સિવાય બે વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફે 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. તે બધાએ એપ્રિલ 2022 થી માર્ચ 2023 વચ્ચે આ દંડ વસૂલ કર્યો છે. ચેન્નઈ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર એસ નંદા કુમારએ 1 કરોડ 55 લાખનો દંડ વસૂલ કર્યો છે. વરિષ્ઠ ટિકિટ એક્ઝામિનર શક્થિવેલે દંડ તરીકે 1.10 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર

Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?

for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ

Embed widget