શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે લોકડાઉનની થઇ સારી અસર, પ્રથમવાર દેશના 102 શહેરોની હવા થઇ સ્વચ્છ
કોરોના વાયરસના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર ઘટી છે. જેના કારણે વાતાવરણમાં પીએમ 2.5 પ્રદૂષણ કણ અને નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે થનાર પ્રદૂષણમાં ઘણો ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ દેશના 104માંથી બે શહેરોને બાદ કરતા બુધવારે અન્ય તમામ શહેરોની હવા સ્વચ્છ રહી હતી. કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના કારણે પ્રથમવાર એવું બન્યું છે જ્યારે ભારતના તમામ શહેરોની હવા આટલી સ્વચ્છ રહી હતી. બુધવારે દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી સૂચકાંક પણ 77ના અંક પર એટલે કે સંતોષજનક શ્રેણીમાં રહ્યો હતો.
કોરોના વાયરસના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર ઘટી છે. જેના કારણે વાતાવરણમાં પીએમ 2.5 પ્રદૂષણ કણ અને નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે થનાર પ્રદૂષણમાં ઘણો ઘટાડો થયો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્ધારા સંચાલિત સંસ્થા સફરે મુંબઇ, પૂણે, અમદાવાદ અને દિલ્હીના પ્રદૂષણમાં આવેલા ઘટાડા પર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ ક્રમમાં બુધવારે દેશના મોટાભાગના હિસ્સાઓની હવા શુદ્ધ રહી હતી. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી દરરોજ દેશના 104 શહેરોમાં હવાની ગુણવતાને લઇને બુલેટિન જાહેર કરવામાં આવે છે. બુધવારે ફક્ત લખનઉ અને મુઝફ્ફરપુરની હવા ખરાબ રહી હતી. લખનઉમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 અંકની ઉપર અને મુઝફ્ફરપુરનો ઇન્ડેક્સ 275 અંક રહ્યો હતો. 201થી વધુ અંક હોવા પર તેને ખરાબ શ્રેણીમાં મુકવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement