શોધખોળ કરો
Advertisement
આર્થિક મોરચે મોદી સરકારને સામાન્ય રાહત, ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP દર વધીને 4.7 ટકા રહ્યો
સરકારી આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 4.7 ટકા રહ્યો જે એક વર્ષ પહેલા આ ત્રિમાસિક ગાળામાં 5.6 ટકા હતો.
નવી દિલ્હી: દેશની સ્લોડાઉન અર્થવ્યવસ્થાને લઈને વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકારને સામાન્ય રાહત મળી છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ સામાન્ય સુધારા સાથે 4.7 ટકા રહ્યો છે. બીજા ક્વાર્ટમાં જીડીપી દર 4.5 ટકા રહ્યો હતો અને તે સાડા છ વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો.
સરકારી આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 4.7 ટકા રહ્યો જે એક વર્ષ પહેલા આ ત્રિમાસિક ગાળામાં 5.6 ટકા હતો. આ સિવાય 2019-20ના પહેલા ક્વાર્ટર માટે GDP ગ્રોથ રેટને સંશોધિત કરી 5.6% અને બીજા ક્વાર્ટર માટે 5.1% કરી દેવામાં આવ્યો છે. સંશોધન બાદથી જોવામાં આવે તો ગ્રોથ રેટમાં ઘટાડો નોંધાયો છે.
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયે ગત મહિને પોતાના બીજા અગ્રિમ અનુમાનમાં 2019-20માં આર્થિક વૃદ્ધિ દર 5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે રિઝર્વ બેન્કે પણ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ પર 5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતુ.
રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ગૃહમંત્રીની કોંગ્રેસના ધારાસભ્યોને ખુલ્લી ઓફર, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion