શોધખોળ કરો
Advertisement
આર્થિક મોરચા પર આવ્યા સારા સમાચાર, ઔધોગિક ઉત્પાદનમાં 1.8 ટકાનો વધારો
એક વર્ષ અગાઉ નવેમ્બર 2018માં 0.2 ટકાનો વધારો થયો હતો.
નવી દિલ્હીઃ મંદીનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જાહેર કરવામાં આંકડાઓ અનુસાર નવેમ્બર મહિનામાં ઔધોગિક ઉત્પાદનમાં 1.8 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ નવેમ્બર 2018માં 0.2 ટકાનો વધારો થયો હતો. જ્યારે સતત ત્રણ મહિના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઔધોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો.
ઓક્ટોબર મહિનામાં ઔધોગિક ઉત્પાદન 3.8 ટકા ઘટી ગયું હતું. આ રીતે સપ્ટેમ્બર મહિનામાં 4.3 ટકા અને ઓગસ્ટ મહિનામાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એપ્રિલથી નવેમ્બર મહિનામાં ઔધોગિક ઉત્પાદન સૂચકાંકમાં 0.6 ટકા વૃદ્ધિ રહી હતી જ્યારે 2018-19માં આ દરમિયાન પાંચ ટકાનો વધારો થયો હતો.
આંકડાઓ અનુસાર ઉત્પાદન સેક્ટરનો ગ્રોથ 2.7 ટકા થઇ ગયો છે જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો માઇન 2.1 ટકા હતો. જ્યારે નવેમ્બરમાં માઇનિંગ આઉટપુર નેગેટીવ 8 ટકાથી વધીને 1.7 ટકા થઇ ગયો હતો. ગુડ્સ આઉટપુટની વાત કરીએ તો એ માઇનસ 0.3 ટકા હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement