શોધખોળ કરો
Advertisement
ચેન્નઈ: ઈંફોસિસની મહિલા કર્મચારીની છરા મારી રેલવે સ્ટેશન પર હત્યા
ચેન્નઇઃ શુક્રવારે સવારે ઈંફોસિસની કર્મચારીની નુનગામબક્કમ રેલવે સ્ટેશન પર હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવતીનું નામ સ્વાતિ (ઉંમર વર્ષ - 24) છે. રેલવે સ્ટેશન પર યુવતી મહિન્દ્ર ટેક સિટી જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક યુવકે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ પ્રમાણે, ઘટનાના થોડા સમય પહેલા જ સ્વાતિના પિતા તેને મૂકીને ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્વાતિ ચલઈમેડુના સાઉથ ગંગઈની રહેવાસી હતી. આ વિસ્તાર નિનગામબક્કમ સ્ટેશનથી ઘણો નજીક છે. તેના પિતા શ્રીનિવાસન એક નિવૃત સેન્ટ્રલ કર્મચારી છે. જે સ્વાતિને સ્ટેશન મૂકવા આવ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શી પ્રમાણે, સ્વાતિ ઓફિસ જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી. ત્યારે એક યુવક આવ્યો અને તેણે કંઈક ચર્ચા કરી હતી. ત્યારબાદ તેણે સ્વાતિ પર એકાએક છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ તે ત્યાથી ફરાર થઈ ગયો હતો.
એક ટેક્સી ડ્રાઈવર પ્રમાણે, બન્ને વચ્ચે ગત સપ્તાહે પણ ઝઘડો થયો હતો.પોલીસે આ એન્ગલથી પણ તપાસ શરૂ કરી દીધી છે. સ્વાતિના ચહેરા અને ગળા પર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. વધારે લોહી વહી જતા તેનું મૃત્યું થયું છે. પોલીસને શંકા છે કે, હુમલાખોર સ્વાતિને જાણનાર અને નિકટ હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
Advertisement