International Mother Language Day: 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, જાણો આ દિવસનું મહત્વ
આપણે સૌને આપણી લાગતી ભાષા માતૃભાષા છે. માતાના મોંઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. ભાષા પ્રત્યેના પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.
આપણે સૌને આપણી લાગતી ભાષા માતૃભાષા છે. માતાના મોંઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ભાષાકીય, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના લોકો સોશિયલ મીડિયા, વર્કશોપ અને વિવિધ કાર્યક્રમો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે છે, જેથી માતૃભાષાના મહત્વને સમજી શકાય, જે બાળક તેમની માતા પાસેથી શીખે છે. ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ અને ઇતિહાસ શું છે.
માતૃભાષા શું છે?
બાળક તેના માતા-પિતા પાસેથી પ્રથમ જે ભાષા શીખે છે તે વાસ્તવમાં માતૃભાષા છે, આ સિવાય તમે તમારા પૂર્વજો પાસેથી જે ભાષા શીખી છે તે તમારી માતૃભાષા પણ હોય શકે છે. તે તદ્દન શક્ય છે કે તમારી માતૃભાષા તમારી રાજ્ય ભાષા અથવા પ્રાદેશિક ભાષાથી અલગ હોઈ શકે અને એક કરતાં વધુ હોઈ શકે. પરંતુ તમારી મુખ્ય માતૃભાષા હંમેશા તમારા પરિવારના સભ્યો દ્વારા ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય છે.
વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21 ફેબ્રુઆરીએ એક આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં જ યુનેસ્કોએ પહેલી વખત વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ દિવસને પહેલી વખત વર્ષ 2000માં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો.
આજે વધુને વધુ ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે 40 ટકા વસ્તીને તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણની પહોંચ નથી. એટલે જ માતૃભાષા દિવસ થકી આ ભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. આ દિવસે દુનિયાભરમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. મોટાભાગના નિર્ધારિત થીમ પર હોય છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના સંદર્ભમાં ભારતની ભૂમિકા વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે બહુભાષી રાષ્ટ્ર હોવાને કારણે માતૃભાષા પ્રત્યે ભારતની જવાબદારી વધુ મહત્વની છે. દ્વિભાષીવાદ અને બહુભાષીવાદ વિશ્વ કરતાં ભારતમાં વધુ પ્રચલિત છે. ભારતમાં માતૃભાષાઓને લઈને વિવાદો થતા રહે છે, ખાસ કરીને સત્તાવાર ભાષા હિન્દી અને દેશની બાકીની ભાષાઓ વચ્ચેનો ભાષાકીય સંઘર્ષ. બિન-હિન્દી ભાષી લોકોનો હંમેશા એવો આરોપ હોય છે કે તેમના પર હિન્દી થોપવામાં આવે છે. હિન્દી ભાષા પણ ન તો દેશની અન્ય ભાષાઓ શીખવા તરફ કોઈ ઝુકાવ દર્શાવે છે અને ન તો તેના પ્રત્યે કોઈ લાગણી દર્શાવે છે. જો આવું થાય તો ભારતીય ભાષાઓના લોકો વચ્ચેનો વૈમનસ્યનો અંત આવી શકે છે.