Bharat Darshan Train: IRCTC દોડાવશે 'ભારત દર્શન ટ્રેન', 24 ઓગસ્ટથી કરો સાત જ્યોર્તિલિંગના દર્શન, જાણો કેટલી છે ફી ને કઇ રીતે કરી શકાશે બુકિંગ......
ભારત દર્શન ટ્રેન 24 ઓગસ્ટથી રવાના થશે. યાત્રા લગભગ બે અઠવાડિયાની હશે. સાત સપ્ટેમ્બરે ભારત દર્શન ટ્રેન પરત પાછી આવશે. ટ્રેનમાં બેસવાની સુવિધા લખનઉ, ગોરખપુર, દેવરિયા, વારાણસી, જૌનપુર સિટી, સુલ્તાનપુર, કાનપુર અને ઝાંસીથી મળશે. પેકેજની ફી પ્રતિ યાત્રી 12,285 રૂપિયા હશે.
લખનઉઃ કોરોના સંક્રમણની સ્પીડ ઓછી થયા જ ભારતીય રેલવેએ શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક સ્થળોના દર્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત આઇઆરસીટીસી 24 ઓગસ્ટે ભારત દર્શન ટ્રેન દોડાવવા જઇ રહી છે. સાતેય જ્યોર્તિલિંગના દર્શન કરવા માટે આ આ સારા સમાચાર છે. ભારત દર્શન ટ્રેન સાત જ્યોર્તિલિંગની સાથે જ દ્વારકા અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દર્શન પણ કરાવશે. આ ટ્રેનને 'ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન' નામ આપવામાં આવ્યુ છે.
ભારત દર્શન ટ્રેન 24 ઓગસ્ટથી રવાના થશે. યાત્રા લગભગ બે અઠવાડિયાની હશે. સાત સપ્ટેમ્બરે ભારત દર્શન ટ્રેન પરત પાછી આવશે. ટ્રેનમાં બેસવાની સુવિધા લખનઉ, ગોરખપુર, દેવરિયા, વારાણસી, જૌનપુર સિટી, સુલ્તાનપુર, કાનપુર અને ઝાંસીથી મળશે. પેકેજની ફી પ્રતિ યાત્રી 12,285 રૂપિયા હશે.
ભારત દર્શન ટ્રેન ઓમકારેશ્વર, ઉજ્જૈન, અમદાવાદ, દ્વારકા, નાગેશ્વર, સોમનાથ, ત્ર્યંમ્બકેશ્વર, શિરડી, ભીમાશંકર અને ઘૃશ્મેશ્વર, કેવડિયા જશે. ટ્રેનમાં યાત્રીઓને ત્રણેય સમય શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત ધર્મશાળામાં રોકાવવા તથા બસોથી સ્થાનિય ભ્રમણની સુવિધા પણ આપવામાં આવશે.
કઇ રીતે કરશો બુકિંગ?
આઇઆરટીસીની વેબસાઇટ www.irctctourism.com પર જઇને તમે ટિકટ બુક કરાવી શકો છો. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર- 8287930908, 8287930909, 8287930910 અને 8287930911 પર કૉલ કરીને પણ જાણકારી લઇ શકો છો.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે દેશમાં ટ્રેન વ્યવહાર સતત ખોરવાઇ ગયો હતો. હવે સ્થિતિ નોર્મલ થતા સરકારે ફરી એકવાર ટ્રેન સેવા શરૂ કરીને યાત્રીઓ માટે સગવડ ઉભી કરી છે. છેલ્લા બે વર્ષથી દેશમાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યો છે.
Corona Update: સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1329ના મોત----
ભારતમાં કોરોનાનો કહેર હજુ પણ છે. સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 51667 નવા કોરોનાના કેસ આવ્યા અને 1329 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે 54069, મંગળવારે 50848 નવા કેસ આવ્યા હતા. જ્યારે વિતેલા 24 કલાકમાં 64527 લોકો કોરનાથી ઠીક થયા છે એટલે કે 14189 એક્ટિવ કેસ ઘટ્યા છે.
દેશમાં કોરનાથી મૃત્યુ દર 1.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ અંદાજે 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત ત્રીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
કોરોના વાયરસની હાલની સ્થિતિ-
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 1 લાખ 34 હજાર 445
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 91 લાખ 28 હજાર 267
કુલ એક્ટિવ કેસ - 6 લાખ 12 હજાર 868
કુલ મોત - 3 લાખ 93 હજાર 310