શોધખોળ કરો
Advertisement
રેલવેની મુસાફરી વખતે હવે આપવી પડશે ડેસ્ટિનેશનની જાણકારી, જરૂર પડ્યે ટ્રેસિંગ પણ થશે
રેલવેએ આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકીટ બુક કરનારા બધા મુસાફરો માટે ડેસ્ટિનેશન સ્થાનના સરનામાનો રેકોર્ડ રાખવાનુ શરૂ કરી દીધુ છે
નવી દિલ્હીઃ કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક ખાસ પગલુ ભર્યુ છે. રેલવેએ આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકીટ બુક કરનારા બધા મુસાફરો માટે ડેસ્ટિનેશન સ્થાનના સરનામાનો રેકોર્ડ રાખવાનુ શરૂ કરી દીધુ છે.
આમ કરવાથી બાદમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થાય છે, તો તેના સંપર્કમાં આવનારા લોકોની જાણકારી મેળવી શકાય. અધિકારીઓએ ગુરુવારે 14 મેએ જણાવ્યુ કે, આઇઆરસીટીસીની વેબસાઇટ પર ડેસ્ટિનેશન પ્લેસના એડ્રેસને સામેલ કરવાની જોગવાઇ 13 મેથી કરવામાં આવી છે.
રેલવેના પ્રવક્તા આરડી વાજપેઇએ કહ્યું -13મેએ આઇઆરસીટીસીમાંથી ટિકીટ બુક કરાવી રહેલા તમામ યાત્રીઓના ગંતવ્ય સ્થાનોનુ સરનામુ લઇ રહ્યાં છીએ. જો બાદમાં જરૂર પડશે તો યાત્રીઓના સંપર્કમાં આવનારા લોકોની પણ જાણ આનાથી થશે. આ હાલના નજીકના ભવિષ્ય સુધી લાગુ રહશે. વાજપેઇએ કહ્યું કે કોરાના વાયરલને ધ્યાનમાં રાખીને યાત્રીએ કોઇપણ બુકિંગ માટે પોતાના એડ્રેસની માહિતી આપવી પડશે. આ પહેલા ટ્રેનમાં યાત્રામાં કરનારા ઓછામાં ઓછા 12 લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા.
નોંધનીય છે કે, લૉકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવેએ મોટી જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે તેનાથી પહેલા રેલવેમાં મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી બધી ટિકીટોને રદ્દ કરી દીધી છે. 30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી બધી ટિકીટોનુ રિફંડ કરી દેવામાં આવ્યુ છે, બધી સ્પેશ્યલ ટ્રેન અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પોતાના સમયાનુસાર દોડશે.
રેલવેએ આ પહેલા 17 મે સુધી ટ્રેનોની ટિકીટ કેન્સલ કરી હતી, હવે રેલવેએ 22 જૂન સુધી બધી ટિકીટોને કેન્સલ કરવાની જાહેરાત કરી છે. ખરેખર, દેશમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17મે પુરો થઇ રહ્યો છે, 12 મેએ દેશના નામે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉનના ચોથા તબક્કાના પણ સંકેત આપી ચૂક્યા છે, અને 18 મેથી લૉકડાઉન 4 ચાલુ થવાની પુરેપુરી સંભાવના છે.
બધી સ્પેશ્યલ અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચાલુ રહેશે....
સરકારે કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સામાન્ય રેલ સેવાઓ બંધ કરેલી છે. પણ બધી સ્પેશ્યલ અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોનુ સંચાલન ચાલુ રહેશે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે સામાન્ય રેલ યાત્રાઓ માટે રિઝર્વેશન કરવામાં આવેલી 30 જૂન સુધીની બધી ટિકીટો રદ્દ કરી દીધી છે, પણ શ્રમિકોને તેમના ઘરે મોકલવા માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે.
22 મેથી દેશભરમાં ચાલશે એક્સપ્રેસ ટ્રેનો......
લૉકડાઉનના કારણે હાલમાં દેશમાં સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે, સામાન્ય ટ્રેનોની અવરજવર બંધ છે, સ્પેશ્યલ ટ્રેન ચલાવ્યા બાદ હવે રેલવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યુ છે. સાથે જ મુસાફરો હવે વેટિંગ ટિકીટ પણ બુક કરાવી શકશે. પણ 22 મેથી શરૂ થનારી ટ્રેનો માટે મુસાફરો 15 મેથી વેટિંગ ટિકીટ બુક કરાવી શકશે. સ્ટેશનો પર ટિકીટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે, અને પ્લેટફોર્મ ટિકીટ સહિત કોઇ કાઉન્ટર ટિકીટ નહીં આપવામાં આવે, જોકે રેલવેએ હજુ સુધી ટ્રેનોનુ શિડ્યૂલ જાહેર નથી કર્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion